Get The App

અમદાવાદમાં ઠંડીનો ચમકારો વધ્યો, દિવસે તાપણા કરવા પડયા

- વાદળછાયા વાતવરણ વચ્ચે દિવસભર ઠંડા પવનો ફૂંકાયા

- હજુ બે દિવસ ઠંડીની અસર રહેશે, ધુમ્મસ, ઝાંકળ અને પવનની ગતિએ હાલાકી વધારી

Updated: Jan 23rd, 2022

GS TEAM

Google News
Google News
અમદાવાદમાં ઠંડીનો ચમકારો વધ્યો, દિવસે તાપણા કરવા પડયા 1 - image

અમદાવાદ,તા.23 જાન્યુઆરી 2022,રવિવાર

પૂર્વ અમદાવાદમાં રવિવારે સતત ત્રીજા દિવસે પણ ઠંડા પવન ફૂંકાતા દિવસભર ઠંડીનો ચમકારો રહ્યો હતો. લઘુતમ તાપમાન ૧૩.૬ ડિગ્રી રહ્યું હતું. જ્યારે મહતમ તાપમાન ૨૨.૮ ડિગ્રી રહ્યું હતું. દિવસે પણ શહેરીજનોએ તાપણા કરીને ઠંડીથી રાહત મેળવવી પડી હતી. 

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર, ઉત્તર ભારતના પહાડી પ્રદેશોમાં થતી હિમવર્ષાના કારણે ગુજરાતમાં તેની અસર વર્તાઇ રહી છે. સામાન્ય રીતે ઉતરાયણ પછી ઠંડી ઓછી થઇ જતી હોય છે પરંતુ ઉપરોક્ત કારણોસર આ વર્ષે હજુ સુધી શહેરીજનોને ઠંડીમાં રાહત મળી શકી નથી.

હવામાન ખાતાની આગાહી મુજબ આગામી તા.૨૪ અને તા.૨૫ જાન્યુઆરીના રોજ એટલેકે સતત બે દિવસ અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લામાં , સૌરાષ્ટ્ર-ક્ચ્છમાં ભાવનગર, રાજકોચ, પોરબંદર, સુરેન્દ્રનગર, જુનાગઢ અને કચ્છમાં ઠંડીનો ચમકારો રહેશે, ઠંડા પવનો ફૂંકાશે.લોકોએ ગરમ વસ્ત્રો પહેરવા, આખું શરીર ઢંકાય તેવા કપડા પહેરવા જોઇએ.

બે દિવસ સવારે ધુમ્મસિયું વાતાવરણ રહ્યું, આખો દિવસ અને રાત્રે પણ પવનની ગતિ જોવા મળી, સવારે ઝાંકળ પડી હોવાથી ઢંડકનું પ્રમાણ પણ વધી ગયું, આ સ્થિતિમાં બીમાર, અશક્તો અને વૃદ્ધો માટે ઠંડી અસહનીય બની રહી છે. બદલાયેલા વાતાવરણમાં શહેરમાં શરદી-ઉધરસ, કફ, તાવના કેસમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. રવિવારે મોટાભાગે આકાશમાં વાદળો છવાયેલા રહ્યા હતા. સૂર્યના દર્શન થોડા સમય માટે થતા હતા પરંતુ પવનની ગતિ અને ઠંડક એટલી હતી કે સૂર્યના કિરણો પણ લોકોને ગરમી આપી શક્યા નહતા. હજુ બે દિવસ શહેરીજનોએ ઠંડીમાં ઠરવું પડી શકે છે.