Gujarat

BSF દ્વારા હેલિકોપ્ટરથી ઉતારવામાં આવેલી કમાન્ડોની ટીમનું કચ્છમાં સર્ચ ઓપરેશન

By GS Team
11 Feb 20222 mins read
This article was originally published on 11 Feb 2022
BSF દ્વારા હેલિકોપ્ટરથી ઉતારવામાં આવેલી કમાન્ડોની ટીમનું કચ્છમાં સર્ચ ઓપરેશન

ગુજરાતમાં કચ્છના ક્રિક વિસ્તારના હરામી નાળામાં હલચલ

ગુજરાતની 15 બોટ તથા 90 માછીમારોનું અપહરણ  કરાતા હવે બીએસએફની આક્રમક જવાબી કાર્યવાહી 

ગુજરાત બીએસએફના આઈજી મલિક જાતે હરામી નાળાના 300 કિમી વિસ્તારમાં ચાલી રહેલા ઓપરેશનમાં પહોંચી ગયા

ગાંધીનગર : કચ્છના ક્રીક વિસ્તારમાં આવેલા હરામી નાળામાં પાકિસ્તાનના ધુસણખોર તથા બીએસએફ વચ્ચે છેલ્લા 24 કલાકથી જબરદસ્ત ઓપેરશન ચાલી રહયુ છે. બીએસએફના ગુજરાતના વડા - આઈજી જી એસ મલીક આજે વહેલી સવારે ગાંધીનગરથી સીધા હરામી નાળાના ઓપેરશન પહોચી ગયા છે.

જ્યાં પાકિસ્તાની માછીમારો બોટ મોટા પાયે પકડાઈ છે. એટલું જ નહીં બીએસએફ દ્વ્રારા ભારતીય એરફોર્સના હેલિકોપ્ટરની મદદ વડે સશસ્ત્ર કમાન્ડોની જુદી જુદી ત્રણ ટીમો પણ હરામી નાળાના વિસ્તારમાં ઉતારવામા આવ્યા છે. ગાંધીનગર બીએસએફના વડામથકે પણ એલર્ટ જારી કરી દીધુ છે.

આજે જુદા જુદા સ્થાનો પર બીએસએફના કમાન્ડોને હરામી નાળામાં ઉતારવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. આ સમગ્ર ઓપરેશનનું નેતૃત્વ ખુદ બીએસએફના ગુજરાતના આઈજી જીએસ મલિકે સંભાળ્યુ છે. આજે રાત્રે પણ આ ઓપેરશન ક્રીક વિસ્તારમાં ચાલી રહયુ છે. જેમાં પાકિસ્તાની બોટ પકડાઈ હોવાની માહિતી મોડી રાત્રે મળી હતી. 

ખાસ કરીને છેલ્લા એક સપ્તાહ દરમ્યાન કચ્છના હરામી નાળા વિસ્તારમાંથી ધુસણખોરી કરીને પાકિસ્તાનની મરીન સિકયુરિટી એજન્સી દ્વારા ગુજરાતની 15 બોટ તથા 90 જેટલા માછીમારોને પકડી લેવાયા હતા.

હજુયે પાક મરીન્સ દ્વ્રારા આક્રમક રીતે ગુજરાતના માછીમારોને અપહરણ કરીને લઈ જવાતા, છેવટે ગુજરાત બીએસએફ દ્વ્રારા આક્રમક રીતે જવાબી ઓપેરશન શરૂ કરાયુ છે. જેમા હરામી નાળા સુધી ધુસી આવેલી પાકિસ્તાનની 11 જેટલી બોટ પણ જપ્ત કરી લેવાઈ છે.

હજુયે એવી માહિતી છે કે કેટલાય પાકિસ્તાની માછીમારો કે ધૂસણખોરો ક્રીક તેમજ હરામી નાળાના આસપાસના વિસ્તારમાં છુપાયા હોઈ શકે છે, તેઓને ઝડપી લેવા માટે બીએસએફ દ્વારા ભારતીય હવાઈ દળના હેલિકોપ્ટરની મદદ વડે  ત્રણ ગ્રૂપમાં કમાન્ડો ક્રીક તથા હરામી નાળામાં ઉતારવામા આવ્યા છે.

આ દિલઘડક ઓપરેશન આજે રાત્રે પણ ચાલુ જ છે. કમાન્ડો દ્વારા સર્ચ ઓપરેશન ચાલી રહયુ છે. ગાંધીનગરમાં બીએસએફના ડીઆઈજી ઓપરેશન એમ એલ ગર્ગ પણ આ ઓપેરશનમાં જોડાયા છે. ગુજરાત - રાજસ્થાનની આંતરરાષ્ટ્રીય ભૂમિ સીમા પર બીએસએફ હાલમાં એલર્ટ  મોડ પર છે.