Get The App

પત્નીએ મોબાઇલ ચેક કરતા આર્મીમેન પતિએ પ્રેમિકા સાથે લગ્ન કર્યાનો ભાંડો ફૂટયો

વસ્ત્રાલની પરિણિતાને લગ્નના ૨૧ વર્ષે પતિએ દગો દીધો

બીજા લગ્નની જાણ થતાં પતિએ મારી નાખવાની ધમકી આપી

Updated: Sep 23rd, 2022

GS TEAM

Google News
Google News
પત્નીએ મોબાઇલ ચેક કરતા આર્મીમેન પતિએ પ્રેમિકા સાથે લગ્ન કર્યાનો ભાંડો ફૂટયો 1 - image

અમદાવાદ,શુક્રવાર

વસ્ત્રાલમાં રહેતી મહિલાના આર્મીમને પતિએ લગ્નના ૨૧ વર્ષ બાદ મહિલાની જાણ બહાર પતિએ પ્રેમિકા સાથે લગ્ન કર્યા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મહિલાને માનસિક તેમજ શારિરિક ત્રાસ આપીને મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે મહિલાએ ફરિયાદ કરતાં પૂર્વ મહિલા પોલીસે પતિ સહિત સાસરીના ત્રણ સભ્યો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અલગ રહેવા ગયા તો પતિએ મારઝૂડ કરી માનસિક શારિરીક ત્રાસ આપ્યો બીજા લગ્નની જાણ થતાં પતિએ મારી નાખવાની ધમકી આપી

આ કેસની વિગત એવી છે કે વસ્ત્રાલ વિસ્તારમાં મહિલાએ પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં ઓઢવમાં રહેતા પતિ  સહિત પરિવારના ત્રણ સભ્યો સામે ફરિયાદ નોંધાવી છે કે મહિલાના ૨૦૦૧માં લગ્ન થયા હતા, લગ્ન બાદ ઘરકામની નાની નાની બાબતે તકરાર કરીને માનસિક તેમજ શારિરિક ત્રાસ આપતા હતા.

મહિલાને૨૦૧૭માં જાણ થઇ હતી કે તેમના પતિને બીજી મહિલા સાથે આડા સબંધ છે, જે અંગે સાસરીના સભ્યોને જાણ કરતા તેઓએ કહ્યુંં કે છોકરો છે ગમે તે કરે તારે શું લેવા દેવા તેમ કહીને વાત સાંભળી ન હતી. એટલું જ નહી તને ના ગમતું હોય તો તું તારા પિતાના ઘરે જતી રહે તેમ કહેતા હતા. આર્મીમને પતિ પરત અમદાવાદ  આવ્યા બાદ પતિ-પત્ની અલગ રહેવા ગયા હતા અને એક દિવસ ફરિયાદી મહિલાએ પતિનો મોબાઇલ ચેક કરતા પતિએ બીજી મહિલા સાથે લગ્ન કર્યા હોવાની જાણ થઇ હતી પત્નીને વાત કરતા તેઓએ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે પૂર્વ મહિલા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Tags :