Gujarat

લોન ટેનિસ સ્પર્ધામાં ભાઇઓ અને બહેનોમાં અમદાવાદ શહેરની ટીમ વિજેતા

By GS Team
23 Dec 20211 min read
This article was originally published on 23 Dec 2021
લોન ટેનિસ  સ્પર્ધામાં ભાઇઓ અને બહેનોમાં અમદાવાદ શહેરની ટીમ વિજેતા

અમદાવાદ,તા.23 ડિસેમ્બર 2021,ગુરૂવાર

અમદાવાદમાં ખોખરા રમત ગમત સંકુલ ખાતે રાજ્યકક્ષાની અંડર-૧૯  લોન ટેનિસ સ્પર્ધા યોજાઇ હતી. જેમાં  ભાઇઓ અને બહેનોની  ટીમમાં એટલેકે બંને ક્ષેણીમાં અમદાવાદ શહેરની ટીમ પ્રથમ નંબરે આવી હતી. ભાઇઓમાં ૧૯ જિલ્લાની ટીમના ૭૦ ખેલાડીઓએ ભાગ લીધો હતો. જ્યારે બહેનોમાં ૧૧ જિલ્લાની ટીમના ૩૩ ખેલાડીઓએ ભાગ લીધો હતો. 

રાજ્ય કક્ષાની  અંડર ૧૯ -લોન ટેનિસ સ્પર્ધા તા.૨૧ થી ૨૩ ડિસેમ્બર સુધી અમદાવાદમાં ખોખરા ખાતે યોજાઇ હતી. જેમાં આજ ે ગુરૂવારના રોજ સેમિફાઇન અને ફાઇનલ મેચ યોજાઇ હતી. જેમાં ભાઇઓમાં અમદાવાદ શહેરની ટીમ પ્રથમ નંબરે વિજેતા રહી હતી. આ ટીમમાં ધ્વનિલ રાજ્યગુરૂ, કિષ્ણા લેઉઆ, નીલ શાહ અને નીત્ય અમીન વિજેતા જાહેર થયા હતા. બીજા ક્રમે વડોદરા સિટી અને ત્રીજા ક્રમે કચ્છ-ભુજની ટીમને વિજેતા જાહેર કરાઇ હતી.

બહેનોની ટીમમાં અમદાવાદ શહેરની ટીમ પ્રથમ નંબરે વિજેતા રહી હતી. જેમાં સાક્ષી ઠક્કર, શૈલી ઠક્કર, આશિયા ચૌહાણ અને આફીયા મન્સુરીને વિજેતા જાહેર કરાયા હતા. બીજા ક્રમે કચ્છ-ભુજ અને ત્રીજા ક્રમે વડોદરા સિટીની ટીમ વિજેતા જાહેર કરવામાં આવી હતી.

કોરોનાને લીધે ઘણા લાંબા સમયથી શાળાકિય સ્પર્ધાઓ બંધ છે. તેવામાં લોન ટેનિસની આ યોજાયેલી સ્પર્ધાએ ફરીથી રમત-ગમત પ્રવૃતિમાં પ્રાણ ફૂંકી દીધા છે.