Gujarat

બેન્કોમાંથી એસીના આઉટડોરની ચોરી કરનાર આરોપી ઝડપાયો

By GS Team
3 Apr 20241 min read
This article was originally published on 3 Apr 2024
બેન્કોમાંથી એસીના આઉટડોરની ચોરી કરનાર આરોપી ઝડપાયો

વડોદરા શહેરમાં આવેલી બેંકોમાં લગાડેલા એ.સી.ના આઉટડોરની ચોરી કરવાના બે ગુનામાં નાસતા ફરતા આરોપીને ક્રાઇમ બ્રાન્ચ ભૂતડીઝાંપા પાસેથી ઝડપી પાડ્યો હતો. આરોપીને કારેલીબાગ તથા અકોટા પોલીસને સોંપવામાં આવ્યો છે.

શહેરના મિલ્કત સંબધી ગુનાઓમાં સંડોવાયેલા નાસતા ફરતા આરોપીઓની ક્રાઇમ બ્રાન્ચ શોધખોળ કરવાની કામગીરી કરી રહી હતી. તે દરમિયાન મળેલી બાતમીના આધારે ભુતડીઝાંપા ગ્રાઉન્ડ પાસેથી ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપી અરબાઝખાન હબીબખાન પઠાણ (રહે. ફાતેમા કોમ્પલેક્ષ, પટેલ ફળીયા, હાથીખાના વડોદરા)ને ઝડપી પાડ્યો હતો. જેની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પુછપરછ કરાતા બેંકોમાં લગાડેલા એસીના આઉટડોરોની ચોરીના કારેલીબાગ અને અકોટા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બે ગુનામાં સંડોવાયેલો હોવાનું જાણવા મળ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચે આરોપી અરબાઝખાન હબીબખાન પઠાણને આગળની કાર્યવાહી માટે કારેલીબાગ તથા અકોટા પોલીસને સુપરત કરવામાં આવ્યો છે. ઉલ્લખનીય છે કે આરોપી અગાઉ પણ એસીપીના આઉટડોરની ચોરીના ગુનામાં જે પી રોડ પોલીસ સ્ટેશનમાં ઝડપાયો હતો.