Get The App

ઓફિસમાં નોકરી કરતી હિન્દુ યુવતી પર બળાત્કાર ગુજારનાર આેફિસનો માલિક જેલમાં રવાના,કાર કબજે લેવાશે

Updated: Aug 1st, 2024

GS TEAM

Google News
Google News
ઓફિસમાં નોકરી કરતી હિન્દુ યુવતી પર બળાત્કાર ગુજારનાર આેફિસનો માલિક જેલમાં રવાના,કાર કબજે લેવાશે 1 - image

 વડોદરાઃ સયાજીગંજની ઇન્વેસ્ટમેન્ટની ઓફિસના સંચાલકે તેના હાથ નીચે કામ કરતી હિન્દુ યુવતીને બ્લેકમેલ કરી બળાત્કાર ગુજાર્યો હોવાના બનાવ અંગે આરોપી વાહિદ ભટ્ટીને કોર્ટે જ્યુ.કસ્ટડીમાં મોકલી આપ્યો છે.

સયાજીગંજ અને ત્યારબાદ મુજમહુડા ખાતે ઇન્વેસ્ટમેન્ટની ઓફિસ ચલાવનાર જંબુસર ના ડાભા ગામે નવીનગરીમાં રહેતા વાહિદ ભટ્ટી સામે તેની ઓફિસમાં કામ કરતી યુવતીએ બળાત્કાર ગુજારી ફોટો અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેલ કરતો હોવાની ફરિયાદ નોંધાવતાં સયાજીગંજના પીઆઇ ઝેડ એન ધાસુરાએ તેની ધરપકડ કરી હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, બળાત્કારના આરોપી સામે મોબાઇલમાં ફોટો અને વીડિયો હોવાની અને તે વાયરલ કરવાની ધમકી આપવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હોવાથી તેના મોબાઇલની તપાસ માટે પોલીસ ફોરેન્સિકની મદદ લેવામાં આવનાર છે.

જ્યારે આરોપીએ સયાજીગંજની ઓફિસના બેઝમેન્ટમાં પાર્ક કરેલી બલેનો કારમાં બળાત્કાર  ગુજાર્યો હતો તે કાર વેચી દીધી હોવાથી કાર કબજે કરવા માટે તમામ માહિતી એકત્રિત કરી લીધી છે અને ટૂંક સમયમાં કાર કબજે કરવામાં આવનાર છે.

Tags :