Gujarat

સમા વિસ્તારમાં વિદેશી દારૃ વેચતો આરોપી પકડાયો

By GS Team
10 Dec 20211 min read
This article was originally published on 10 Dec 2021
સમા વિસ્તારમાં વિદેશી દારૃ વેચતો આરોપી પકડાયો

 વડોદરા,શહેરના સમા વિસ્તારમાંથી તથા વાઘોડિયાના રવાલ ગામેથી  પોલીસે વિદેશી દારૃનો જથ્થો કબજે લઇ બે આરોપીઓની ધરપકડ કરી છે.

એલ.સી.બી.પોલીસનો સ્ટાફ ગઇકાલે ચૂંટણીલક્ષી કામગીરી માટે વાઘોડિયા પોલીસ સ્ટેશનની હદમાં પેટ્રોલિંગમાં હતો.તે દરમિયાન માહિતી મળી હતી કે,અલવા ગામે જૂની નિશાળ ફળિયામાં રહેતા જગદીશ શનાભાઇ પરમાર વિદેશી દારૃનો જથ્થો લાવ્યો છે.અને તેના ઘરની બાજુમાં રહેતા નટુ મોહનભાઇ ચૌહાણના ઘરમાં સંતાડી રાખ્યો છે.જેથી,પોલીસની ટીમે ઉપરોક્ત સ્થળે  રેડ પાડીને દારૃની ૨૭૦ બોટલ કિંમત રૃપિયા ૫૭,૦૩૦ ની કબજે લીધી છે.

જ્યારે અન્ય એક બનાવમાં શહેર પીસીબી પોલીસે મળેલી માહિતીના આધારે સમા લક્ષ્મીબા પાર્કમાં રહેતા સંજય આરતભાઇ પટેલે  વિદેશી દારૃનો જથ્થો મંગાવ્યો છે.જેથી,પોલીસની ટીમે ઉપરોક્ત સ્થળે રેડ પાડીને બિયરના ૧૦૨ ટીન,દારૃની પાંચ બોટલ કબજે લીધી છે.પોલીસે સંજયને પકડી લીધો છે.જ્યારે લાલુ હરમાનભાઇ સોલંકીને વોન્ટેડ જાહેર કર્યો છે.