Gujarat

ટ્રેનના એસી કોચમાં આર્મી જવાનની બેગની ઉઠાંતરી

By GS Team
6 Feb 20221 min read
This article was originally published on 6 Feb 2022
ટ્રેનના એસી કોચમાં આર્મી જવાનની બેગની ઉઠાંતરી

વડોદરા, તા.6 ટ્રેનના એસી કોચમાં પ્રવાસ કરતા આર્મી જવાનની સોનાની માળા તેમજ રોકડ રકમ મળી કુલ રૃા.૨.૦૮ લાખની મત્તા મૂકેલા પર્સની કોઇ ગઠિયો ઉઠાંતરી કરી ગયો હતો.

આ અંગેની વિગત એવી છે કે કેરાલાના પતરમચિતા જિલ્લાના અડોર તાલુકાના અંગાડી ગામમાં રહેતા વિનુઆર આકવાડુપ નાયર આર્મીમાં ફરજ બજાવે છે. તા.૨૯ જાન્યુઆરીની સાંજે ચંગનોર રેલવે સ્ટેશનથી ગંગાનગર એક્સપ્રેસ ટ્રેનના એસી કોચમાં બેસી બિકાનેર જવા માટે તેઓ નીકળ્યા હતાં.

રાત્રિ મુસાફરી હોવાથી આર્મી જવાન ટ્રેનમાં ઊંઘી ગયા હતા અને વહેલી સવારે સવા ચાર વાગ્યા પહેલા ટ્રેન વડોદરા રેલવે સ્ટેશન પર આવે તે પહેલાં તેઓ ઊંઘમાંથી જાગી ગયા ત્યારે સીટ પર મૂકેલી ક્રિમ કલરની બેગ ગાયબ હતી. આ બેગમાં ૫૦ ગ્રામ સોનાની માળા, રૃા.૮ હજાર રોકડ તેમજ અન્ય સામાન મળી કુલ રૃા.૨.૦૮ લાખની મત્તા હતી. આ  બનાવ અંગે આર્મી જવાને રેલવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.