Get The App

વડોદરામાં મિત્રને મળવા જતા યુવાનનું ટ્રકની ટક્કરે કરૂણ મોત

Updated: Mar 2nd, 2024

GS TEAM

Google News
Google News
વડોદરામાં મિત્રને મળવા જતા યુવાનનું ટ્રકની ટક્કરે કરૂણ મોત 1 - image

image : Freepik

- રતનપુર પાસે થયેલા અકસ્માત બાદ ટ્રક મૂકીને ચાલક ફરાર થઈ ગયો

વડોદરા,તા.2 માર્ચ 2024,શનિવાર

વડોદરા નજીક કિસાનનગરમાં રહેતો સાજીદ સિકંદર ઉર્ફે ફરીદ હુસેન ઈબ્રાહીમ સૈયદ ઉંમર વર્ષ 24 બપોરે પોતાના ઘેરથી સ્કૂટર લઈને સોમા તળાવ ખાતે રહેતા મિત્રને મળવા માટે જતો હતો તે સમયે રતનપુર પાસે કુબેરસીટી સોસાયટી સામે રોડ પર પૂરપાટ ઝડપે જતી એક ટ્રકે સાજીદના સ્કૂટરને જોરદાર ટક્કર મારતા રોડ પર પટકાયેલા સાજીદનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે અકસ્માત બાદ થોડે દૂર ટ્રક મૂકીને ચાલક ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગે વરણામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Tags :