Gujarat

સરદારનગર વોર્ડમાં ૧.૩૩ કરોડની કીંમતના પ્લોટનું પઝેશન મેળવવામાં આવ્યું

By GS Team
3 Dec 20211 min read
This article was originally published on 3 Dec 2021
સરદારનગર વોર્ડમાં ૧.૩૩ કરોડની કીંમતના પ્લોટનું પઝેશન મેળવવામાં આવ્યું

  અમદાવાદ,શુક્રવાર,3 ડિસેમ્બર,2021

શહેરના ઉત્તરઝોનમાં આવેલા સરદારનગર વોર્ડમાં ટી.પી.સ્કીમ.નંબર-૯૮ ના ગાર્ડનના હેતુ માટેના પ્લોટનુંકાયદાકીય નોટિસ આપ્યા બાદ ઉત્તરઝોન એસ્ટેટ વિભાગ દ્વારા પઝેશન મેળવવામાં આવ્યુ છે.જેની વર્તમાન બજાર કીંમત ૧.૩૩ કરોડ જેટલી થવા જાય છે.ઉત્તરઝોન એસ્ટેટ વિભાગે ટી.પી.સ્કીમ નંબર-૯૮કોતરપુર-નરોડાના ના ફાયનલ પ્લોટ નંબર-૮૫નું પઝેશન મેળવવા ધારાકીય નોટિસ આપ્યા બાદ કુલ ૧૭૧૨ ચોરસ મીટર જગ્યાનું પઝેશન મેળવ્યુ છે.આ ઉપરાંત ૧૮ મીટરના રસ્તા ઉપરથી પાંચ કાચા શેડ દુર કરી કુલ ૩૩૨૬ ચોરસમીટર જગ્યા ખુલ્લી કરી છે.

સરખેજમાં ગેરકાયદેસર બાંધકામ તોડી પડાયું

શહેરના દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં આવેલા સરખેજ વોર્ડમાં ટી.પી.સ્કીમ.નંબર-૮૫ના ફાયનલ પ્લોટ નંબર-૧૩ના રેસીડેન્સ સર્વે નંબર-૫૬૭-૨ પૈકીની જગ્યામાં વગર પરવાનગીએ બાંધવામાં આવેલા ગ્રાઉન્ડ ઉપરાંત પહેલા માળના બાંધકામ દુર કરવાની સાથે રહેણાંક પ્રકારના પાંચ યુનિટના ૨૫૮૩ ચોરસફૂટના બાંધકામને એસ્ટેટ વિભાગે તોડી પાડયુ છે.ઉત્તર-પશ્ચિમ ઝોનના થલતેજ વોર્ડમાં ટીવી ટાવરથી એનએફડી સર્કલ, સંજીવની હોસ્પિટલ,હિમાલયા મોલ તથા ગુરૃકુળ રોડ ઉપર કુલ મળી ૪૬ કાચા ઝુંપડા સહિતના દબાણ દુર કરવામાં આવ્યા છે.