Gujarat

નવી દિલ્હીથી મુંબઇ દોડતી ટ્રેનની સ્પીડ વધારવા 450 કરોડ ફાળવાયા

By GS Team
6 Feb 20222 mins read
This article was originally published on 6 Feb 2022
નવી દિલ્હીથી મુંબઇ  દોડતી ટ્રેનની સ્પીડ વધારવા 450 કરોડ ફાળવાયા

અમદાવાદ,તા.05 ફેબ્રુઆરી 2022,શનિવાર

રેલવે બજેટમાં આ વર્ષે પશ્ચિમ રેલવેના અમદાવાદ વિભાગને ૧,૬૫૯.૩૯ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. જુના-નવા વિકાસકામોને પુરા કરવા માટે આ રકમ વર્ષ ૨૦૨૨-૨૩ના વર્ષ માટે આપવામાં આવી છે. નવી દિલ્હી-મુંબઇ વચ્ચે  દોડતી ટ્રેનની સ્પીડ મહતમ ૧૬૦ થી ૨૦૦ કિ.મી. પ્રતિ કલાકની વધારવા માટે કરવા પડતા જરૂરી ફેરફાર માટે ૪૫૦ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. બંને શહેર વચ્ચેનો મુસાફરી સમય ૧૨ કલાકનો લક્ષ્ય રખાયો છે.  પાલનપુર-સામખિયાલી રેલવે લાઇન માટે ૪૦૦ કરોડ અને હિંમતનગર-ખેડબ્રહ્મા મીટરગેજને બ્રોડગેજમાં પરિવર્તિત કરવા માટે ૩૭૦ કરોડ રૂપિયા આ બજેટમાં વધારાના ફાળવવામાં આવ્યા છે.

નવી નાંખવામાં આવેલી ભિલડી-વિરમગામ વચ્ચેની ૧૫૭ કિ.મી.લાંબી લાઇનની સાથે  મહેસાણા-તારંગાહિલની ૫૭.૪ કિ.મી.રેલ લાઇનને મટિરિયલ મોડિફિકેશન માટે આ બજેટમાં પાંચ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. સાબરમતી રેલવે સ્ટેશને બીજા કોચિંગ ટર્મિનલ સુધી ટ્રેક ડબલિંગ માટે ૧ લાખ તેમજ  કોચિંગ ટર્મિનલના સંચાલન માટે લેફ્ટ ઓવર ફેસિલિટીસ  માટે ૪.૭૮ કરોડ ફાળવાયા છે.

રેલવે ક્રોસિંગ પર સુવિધાઓ વધારવા માટે, શૌચાલય સહિતની બીજી સુવિધા આપવા માટે , અનમેનગેટને મેનગેટ બનાવવા માટે બજેટમાં ૬.૨૬ કરોડ જેટલી રકમ ફાળવાઇ છે.અમદાવાદમાં સાબમરતી ખાતે આવેલા રેલવે કારખાનાઓના વિકાસ માટે સુવિધાઓ માટે પણ બજેટમાં વધારાના ૧૦.૮ કરોડની રકમ અપાઇ છે.

કર્મચારીઓના કલ્યાણ માટે ૧.૪ કરોડની રકમ અપાઇ છે. જેમાં અમદાવાદ વિભાગમાં પ્લેટફોર્મ નંબર ૧ થી ૮ માં સીસી એપ્રોન માટે પણ રકમ અપાઇ છે. સાબરમતી-બોટાદ, અમદાવાદ-પાલનપુર, ગેરતપુર-અમદાવાદ, વિરમગામ-સામખિયાલી, મહેસાણા-વિરમગામ, પાલનપુર-ખોડિયાર, અમદાવાદ-પાટણ સહિતની રેલ લાઇનો પર માર્ગ સુધારણા, ઓવરબ્રિજ, અંડર બ્રિજ માટે રકમ ફળવાઇ છે.

મહેસાણા-પાલનપુરમાં બ્રિજના નવિનીકરણ માટે ૨૦ લાખ તેમજ અમદાવાદ-વિરમગામ ૮૦ લાખ ફાળવાયા છે.

કયા કામ માટે કેટલી રકમ ફાળવવામાં આવી

બ્રોડગેજ લાઇન માટે

વિગત

રૃપિયા ફળવાયા (કરોડ)

- નવી લાઇન

- ગેજ પરિવર્તન

,૦૨૪.૮

- ટ્રેક ડબલિંગ

૪૫૪.૭૯

- રેલવે ક્રોસિંગ

૪.૭૬

- રેલ કારખાના

૧૦.૮

- કર્મચારી કલ્યાણ

૧.૪

- રોડ મરામત

૩૪.૪૩

- ઓવરબ્રિજ

૨૦.૯

-પુલ, સુરંગ, માર્ગ

૩.૧

-રેલપથ નવિનીકરણ

૯૯.૫૬

- અમદાવાદ-બોટાદ

૫૬ કરોડ

- અમદાવાદ-મહેસાણા

૫૦ કરોડ

- હિંમતનગર-ખેડબ્રહ્મા

૩૭૦ કરોડ

- વિરમગામ-સુરેન્દ્રનગર

૧ લાખ

-વિરમગામ-સમખિયાલી

૭૫.૫ કરોડ

- વટવા-અમદાવાદ ત્રીજી લાઇન

૧.૫કરોડ

- પાલનપુર-સામખિયાલી

૪૦૦ કરોડ

- મહેસાણા-પાલનપુર

૭૨કરોડ

 

ટ્રેક ડબલિંગ માટે



- સાબરમતી સેકન્ડ કોચિંગ ટર્મિનલ

૧ લાખ

- સાબરમતી લેફ્ટ ઓવર ફેસિલિટી

૪.૭૮ કરોડ

- નવી દિલ્હી-મુંબઇ રૃટ

૪૫૦ કરોડ