Gujarat
અમદાવાદમાં ગંદકી-પ્રતિબંધિત પ્લાસ્ટિક વપરાશ મામલે ૨૫૯ નોટિસ અપાઈ
By GS Team
28 Feb 20221 min read
This article was originally published on 28 Feb 2022

અમદાવાદ,રવિવાર,27 ફેબ્રુ,2022
અમદાવાદમાં રવિવારે મ્યુનિ.ના સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા
ગંદકી ઉપરાંત પ્રતિબંધિત પ્લાસ્ટિક વપરાશને મામલે ૨૫૯ નોટિસ આપી ૧.૧૧ લાખનો વહીવટી
ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો.સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રુલ્સ અંતર્ગત ગંદકી અને
ન્યૂસન્સ અંગે સાત ઝોનમાં ૧૭૫ નોટિસ આપી ૬૪,૨૦૦ની
રકમનો વહીવટી ચાર્જ વસૂલ કરાયો હતો.પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશને મામલે સાત
ઝોનમાં ૮૪ નોટિસ આપી ૪૬,૮૦૦ની
રકમનો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો.




