Lifestyle & Fashion

1, 2 નહીં પણ તમે રોજ આરોગતા હોય તેવી 15 વસ્તુઓ મોંઘી થઇ ગઇ, ખિસ્સાનો વધ્યો ભાર

By GS Team
6 Aug 20262 mins read
TukuTouch Logo
તહેવારો પહેલાં દેશભરમાં મોંઘવારીનો માર પડ્યો છે. 5 ઓગસ્ટના આંકડા મુજબ, ઓગસ્ટમાં શાકભાજી, કઠોળ, તેલ, દૂધના ભાવ વધ્યા છે. ટામેટા ₹80-100, ડુંગળી ₹40-60, લીલા શાકભાજી ₹80-120 પ્રતિ કિલો થયા છે. તુવેર દાળ ₹160-180, ઘઉંનો લોટ અને ચોખા પણ મોંઘા થયા છે. દૂધમાં લિટર દીઠ ₹2નો વધારો થયો છે, જેનાથી ગૃહિણીઓનું માસિક બજેટ ખોરવાયું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

1, 2 નહીં પણ તમે રોજ આરોગતા હોય તેવી 15 વસ્તુઓ મોંઘી થઇ ગઇ, ખિસ્સાનો વધ્યો ભાર
AI Image

Festive Inflation Hits Common Plate: આગામી તહેવારોની સીઝન શરૂ થાય તે પહેલાં જ દેશમાં મોંઘવારીએ આકરો પ્રહાર કર્યો છે, જેના કારણે સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોના રસોડાનું માસિક બજેટ ખોરવાઈ ગયું છે. રસોઈમાં વપરાતી દૈનિક ચીજવસ્તુઓ જેવી કે શાકભાજી, કઠોળ, લોટ, ચોખા, દૂધ અને ખાદ્ય તેલના ભાવમાં થયેલા સતત વધારાને કારણે સામાન્ય માણસની થાળી વધુ મોંઘી બની ગઈ છે. 5 ઓગસ્ટના રોજ સામે આવેલા આંકડાઓ અનુસાર, ઓગસ્ટ મહિનામાં તહેવારોની શરૂઆત સાથે જ ગૃહિણીઓનું માસિક રસોડા બજેટ નોંધપાત્ર રીતે વધી ગયું છે.

શાકભાજી અને બટાકા-ડુંગળીના ભાવ આસમાને

હવામાનની અસ્થિરતા, અતિવૃષ્ટિ અને સ્થાનિક સપ્લાય ચેઈન ખોરવાવાના કારણે દેશના અનેક રાજ્યોમાં શાકભાજીના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે, જેના કારણે બજારમાં આવક ઘટતાં દૈનિક વપરાશની શાકભાજીના ભાવમાં ઉછાળો આવ્યો છે:

  • ટામેટા અને ડુંગળી: ટામેટાના ભાવ રિટેલ માર્કેટમાં ₹80થી ₹100 પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે. આ સાથે જ ડુંગળી અને બટાકાના ભાવમાં પણ ₹40થી ₹60 પ્રતિ કિલોનો વધારો નોંધાયો છે.
  • લીલા શાકભાજી: લીલા મરચાં, આદુ, ચોળી, ગુવાર, રીંગણ અને ભીંડા જેવી દૈનિક વપરાશની શાકભાજી ₹80થી ₹120 પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે.

કઠોળ, લોટ, દૂધ અને ખાદ્ય તેલમાં ભાવવધારો

માત્ર શાકભાજી જ નહીં પરંતુ કરિયાણા અને ડેરીની દૂકાનો પર પણ મોંઘવારીનો માર સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે:

  • કઠોળના ભાવ: તુવેર દાળ, અડદ દાળ, મગ દાળ અને ચણા દાળના ભાવમાં પ્રતિ કિલો ₹10થી ₹20નો વધારો થયો છે. તુવેર દાળ હાલ ₹160થી ₹180 પ્રતિ કિલોના ઉચ્ચ સ્તરે પહોંચી છે.
  • ઘઉંનો લોટ અને ચોખા: મિલિંગ ખર્ચ અને પરિવહન ખર્ચ વધતાં ઘઉંના લોટના પેકેટમાં ₹3થી ₹5 પ્રતિ કિલો તેમજ પ્રીમિયમ ચોખાના ભાવમાં પિલો દીઠ ₹5થી ₹10નો વધારો થયો છે.
  • તેલ અને મસાલા: સીંગતેલ, સરસવનું તેલ અને સનફ્લાવર ઓઈલમાં લિટર દીઠ ₹10થી ₹15નો ઉછાળો આવ્યો છે. આ ઉપરાંત જીરું, મરચું અને હળદર જેવા દૈનિક મસાલા પણ મોંઘા થયા છે.
  • દૂધ અને ડેરી પ્રોડક્ટ્સ: તાજેતરમાં પ્રોસેસિંગ અને ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ વધવાના કારણે દૂધના ભાવમાં લિટર દીઠ ₹2નો વધારો ઝીંકાયો છે, જેના કારણે ઘી, પનીર અને છાશ પણ મોંઘા બન્યા છે.

સામાન્ય માણસ અને ગૃહિણીઓની ચિંતા વધી

આગામી દિવસોમાં રક્ષાબંધન, જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી અને દિવાળી જેવા મોટા તહેવારો આવી રહ્યા છે. તહેવારોના દિવસોમાં ઘર-ઘરમાં મીઠાઈઓ અને ખાસ વાનગીઓનું આયોજન હોય છે, પરંતુ કરિયાણા, દૂધ અને શાકભાજીના વધતા ભાવને કારણે સામાન્ય પરિવાર માટે તહેવારોની ઉજવણી કરવી અત્યંત ખર્ચાળ બની જશે. વેપારીઓ અને નિષ્ણાતોના મતે, સપ્લાય ચેઈન સુચારુ ન થાય અને મંડીઓમાં નવા પાકની આવક શરૂ ન થાય ત્યાં સુધી મોંઘવારીમાંથી તાત્કાલિક રાહત મળવાની શક્યતા નહિવત છે.