Lifestyle & Fashion

ઘરડા થતાં જ ભૂખ ઓછી થવી સામાન્ય છે? જાણો ક્યારે બની શકે છે ગંભીર બીમારીનો સંકેત

By GS Team
1 Sep 20263 mins read
TukuTouch Logo
વૃદ્ધોમાં લાંબા સમય સુધી ભૂખ ન લાગવી કે ઓછું ખાવું ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાનો સંકેત હોઈ શકે છે. વધતી ઉંમરે ધીમા મેટાબોલિઝમ અને ઓછી શારીરિક પ્રવૃત્તિને કારણે કેલરીની જરૂરિયાત ઓછી થાય છે. દાંતની તકલીફો, દવાઓની આડઅસર કે બીમારીઓ પણ ભૂખ ઘટાડે છે. તેનાથી મસલ લોસ, રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો અને જીવનની ગુણવત્તા પર અસર થાય છે. 6-8 નાના ભોજન, પોષકતત્ત્વોયુક્ત પીણાં અને ડોક્ટરની સલાહ મુજબ સપ્લિમેન્ટ્સ લેવાથી ફાયદો થાય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઘરડા થતાં જ ભૂખ ઓછી થવી સામાન્ય છે? જાણો ક્યારે બની શકે છે ગંભીર બીમારીનો સંકેત
AI Image

Loss Of Appetite In Elderly: લાંબી બીમારી બાદ ભૂખ ઓછી થઈ જવી કે ન લાગવી એ કોઈપણ વયના લોકોમાં સામાન્ય લક્ષણ હોઈ શકે છે. પરંતુ વૃદ્ધોમાં લાંબા સમય સુધી ભૂખ ન લાગવી અથવા સતત ઓછું ખાવું એ કોઈ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાનો સંકેત હોઈ શકે છે. વધતી ઉંમરે ઓછો ખોરાક લેવો તેમના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે મોટું જોખમ ઊભું કરી શકે છે.

શું વૃદ્ધોને યુવાનો કરતાં ઓછા ખોરાકની જરૂર હોય છે?

હા, યુવાનોની સરખામણીએ મોટી ઉંમરના લોકોને ઓછી કેલરીની જરૂરિયાત રહે છે. તેનું મુખ્ય કારણ ધીમો પડી ગયેલો મેટાબોલિઝમ રેટ અને શારીરિક પ્રવૃત્તિઓમાં આવેલો ઘટાડો છે. વધતી ઉંમર સાથે ખોરાક સંબંધિત નીચે મુજબના ફેરફારો જોવા મળે છે:

  • સ્વાભાવિક રીતે ભૂખનું પ્રમાણ ઘટી જવું.
  • ખોરાકમાંથી શરીર દ્વારા પોષક તત્વોનું યોગ્ય રીતે શોષણ ન થઈ શકવું.
  • લાંબી બીમારીઓ કે અન્ય રોગોની દવાઓની આડઅસર.
  • દાંતની તકલીફોને કારણે ખોરાક ચાવવામાં કે ગળવામાં પડતી મુશ્કેલી.

પૂરતો ખોરાક ન લેવાથી થતાં ગંભીર જોખમો

  • મસલ લોસ અને હાડકાંની નબળાઈ: ઓછો ખોરાક લેવાથી શરીર સંગ્રહિત ચરબી અને મસલ્સનો ઉપયોગ કરવા લાગે છે. પરિણામે મસલ લોસ થાય છે, હાડકાં નબળાં પડે છે અને ફ્રેક્ચર થવાનું જોખમ વધી જાય છે.
  • રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો: પૂરતું પોષણ ન મળવાથી ઇમ્યુનિટી નબળી પડે છે, વારંવાર ઇન્ફેક્શનનો ભોગ બનાય છે અને શરીર પર વાગેલા ઘા ઝડપથી રુઝાતા નથી.
  • જીવનની ગુણવત્તા પર અસર: લાંબા ગાળાના કુપોષણને કારણે વજન ઝડપથી ઘટવા લાગે છે, બોન ડેન્સિટી ઘટે છે, યાદશક્તિ તેમજ માનસિક ક્ષમતા પર નકારાત્મક અસર થાય છે અને જીવનની એકંદર ગુણવત્તા ઘટી જાય છે.

વડીલોમાં પોષણની ખામી અને ભૂખ ઘટવાના મુખ્ય સંકેતો

  • શરીરનું વજન ઘટવાથી કપડાં પહેલાં કરતાં વધુ ઢીલાં થવા લાગવા.
  • શરીરમાં એનર્જી લેવલ ઘટી જવું અને સતત થાક તેમજ સુસ્તી અનુભવવી.
  • વારંવાર નાની-મોટી બીમારીઓ કે ઇન્ફેક્શનનો શિકાર બનવું.
  • ઘરકામ કે દિનચર્યાના રોજિંદા સામાન્ય કામકાજ કરવામાં મુશ્કેલી પડવી.
  • ખોરાક પ્રત્યેની રુચિ કે સ્વાદમાં સંપૂર્ણપણે રસ ઓછો થઈ જવો.

વૃદ્ધોમાં ભૂખ અને પોષણ વધારવાના 5 અસરકારક ઉપાયો

1. ઓછું ખાવું પરંતું વારંવાર: એકસાથે થાળી ભરીને વધારે ખોરાક પીરસવાથી ખાવાની રુચિ ઘટી જાય છે. તેના બદલે આખા દિવસ દરમિયાન થોડા થોડા સમયે 6થી 8 નાના-નાના પોર્શનમાં ભોજન આપવું.

2. એનર્જી વધારવા પર ફોકસ: દરેક ભોજનમાં એવા આહારનો સમાવેશ કરો જે જથ્થામાં નાનો હોય પણ વધુ ઊર્જા અને પોષણ આપતો હોય (દા.ત., વોલ ગ્રેન બ્રેડ પર સારી માત્રામાં પીનટ બટર લગાવીને આપવું).

3. ડ્રિંક્સ અને પ્રવાહી સ્વરૂપે પોષણ: જો ખોરાક ચાવવામાં મુશ્કેલી થતી હોય કે રુચિ ન હોય, તો સાદા પાણી ઉપરાંત દૂધ, હેલ્ધી સ્મૂધી, ફળોના રસ કે ન્યુટ્રિશનલ ડ્રિંક્સ આપવાં.

4. સકારાત્મક અને ખુશનુમા માહોલ: ટીવી જોતાં જોતાં કે મોબાઈલમાં ધ્યાન હોય ત્યારે જમવા ન આપવું. પરિવારના સભ્યો કે મિત્રો સાથે બેસીને વાતચીત કરતાં કરતાં જમવાનો માહોલ ઊભો કરવો, જેથી ખોરાક પ્રત્યે ઉત્સાહ વધે.

5. ડોક્ટરની સલાહ મુજબ સપ્લિમેન્ટ્સ: શરીરની જરૂરિયાત મુજબ ડોક્ટર કે ડાયટિશિયનની સલાહ લઈને જરૂરી વિટામિન્સ અને ન્યુટ્રિશનલ સપ્લિમેન્ટ્સ શરૂ કરવા, જેથી ખોરાકમાંથી ન મળતા પોષક તત્વોની ઉણપ પૂરી થઈ શકે.