Lifestyle & Fashion

દૂધ પાતળું હોય તો પણ જામશે જાડી મલાઈ, કિચનમાં અપનાવો આ 4 ટિપ્સ

By GS Team
6 Jul 20263 mins read
TukuTouch Logo
ઘરમાં દૂધમાંથી જાડી મલાઈ મેળવવા માટે કેટલીક ટિપ્સ અપનાવી શકાય છે. દૂધને હંમેશા ધીમી આંચ પર 5-10 મિનિટ ઉકાળી, જાડા તળિયાવાળા વાસણનો ઉપયોગ કરવો. ઉકળ્યા પછી દૂધને ઢાંક્યા વગર ઠંડુ થવા દેવું. પછી તેને 8-9 કલાક ફ્રિજમાં મૂકી, હલાવ્યા વિના રહેવા દેવાથી જાડી મલાઈ જામશે.

Summarized by AI; it may make mistakes. Check important info

દૂધ પાતળું હોય તો પણ જામશે જાડી મલાઈ, કિચનમાં અપનાવો આ 4 ટિપ્સ

How To Get Thick Malai: ઘરોમાં રોજ દૂધ આવતું હોય છે. દૂધ માત્ર પીવા માટે જ નહીં, પણ તેમાંથી નીકળતી મલાઈ પણ લોકોને ખૂબ કામ આવેં છે. આ મલાઈમાંથી ઘરમાં જ શુદ્ધ દેશી ઘી બનાવવામાં આવે છે, જે ભોજનનો સ્વાદ બમણો કરી દે છે. પરંતુ ઘરમાં ઘી બનાવતી વખતે સૌથી મોટી સમસ્યા એ આવે છે કે દૂધ પર મલાઈ જાડી નથી જામતી. ઘરમાં આવતા દૂધ પર ક્યારેય જાડી અને ભરપૂર મલાઈ નથી જામતી, જેના માટે લોકો મોટાભાગે દૂધને જવાબદાર ગણે છે.

લોકો દૂધ પર જાડી મલાઈ ન જામવા માટે દૂધને જ દોષ આપતા હોય છે, પરંતુ દરેક વખતે એવું હોવું જરૂરી નથી. ઘણીવાર તેનું કારણ દૂધ નહીં, પરંતુ તેને ઉકાળવાની અને ઠંડું કરવાની તમારી રીત હોય છે. નાની-નાની ભૂલોના કારણે સારી મલાઈ બનતા પહેલાં જ તેનું ટેક્સચર ખરાબ થઈ જાય છે. જો તમે પણ ઓછા દૂધમાંથી વધુ મલાઈ મેળવવા માંગો છો, જેથી ઘરમાં માખણ, ઘી કે મલાઈદાર મીઠાઈઓ સરળતાથી બનાવી શકાય, તો બસ દૂધ ઉકાળવા અને તેને સ્ટોર કરવાની કેટલીક સરળ ટ્રિક્સ અપનાવવી જરૂરી બનશે. આજે અમે તમને એવી 4 સરળ અને અસરકારક ટિપ્સ આપવા જઈ રહ્યા છીએ, જેને અપનાવીને તમે ઓછા અથવા પાતળા દૂધમાંથી પણ દરેક વખતે પરોઠા જેવી જાડી મલાઈ જમાવી શકો છો.

દૂધ હંમેશા ધીમી આંચ પર ઉકાળો

મોટાભાગના લોકો દૂધને તેજ આંચ પર ઉકાળીને ગેસ બંધ કરી દેતા હોય છે. જો તમે પણ આવું કરો છો, તો જાડી મલાઈ જામવી ખૂબ મુશ્કેલ બની જાય છે. કારણ કે તેજ આંચ પર દૂધ ઉકાળવાથી મલાઈ સારી રીતે ઉપર આવી શકતી નથી. તેવામાં જો તમે ઈચ્છો છો કે પાતળા દૂધ પર પણ જાડી મલાઈ જામે, તો તેને ધીમી આંચ પર ઉકાળો. આ સાથે જ દૂધમાં ઉભરો આવ્યા પછી પણ તેને 5 થી 10 મિનિટ સુધી ધીમી આંચ પર ઉકળવા દો. આનાથી દૂધની મલાઈ ઉપર સારી રીતે એકઠી થઈ જાય છે.

યોગ્ય વાસણનો ઉપયોગ કરો

જાડી મલાઈ જમાવવા માટે દૂધ ઉકાળવાના વાસણનો પણ ખૂબ મોટો હાથ હોય છે. દૂધ ઉકાળવા માટે હંમેશાં જાડા તળિયાવાળું વાસણ જ પસંદ કરો. આનાથી દૂધ નીચે લાગી જવાનું જોખમ ઓછું રહે છે અને ગરમી પણ એકસરખી મળે છે. સાથે જ વાસણમાં થોડો ભાગ જરૂર ખાલી રાખો, જેથી દૂધ ઉભરાઈને વાસણની બહાર ન જાય.

દૂધને ઢાંકીને નહીં, ખુલ્લુ રાખીને ઠંડુ પાડો

દૂધ ઉકળ્યા પછી લોકો તરત જ તેના પર ઢાંકણ ઢાંકીને મૂકી દેતા હોય છે અને વિચારતા હોય છે કે આનાથી મલાઈ જાડી જામશે. પરંતુ આવું બિલકુલ ન કરવું જોઈએ. પહેલાં તેને નોર્મલ ટેમ્પરેચર પર ખુલ્લું અથવા હલકી જાળીથી ઢાંકીને ઠંડું થવા દો. આનાથી વરાળ સરળતાથી બહાર નીકળી જાય છે અને મલાઈ સારી રીતે જામવા લાગે છે.

ફ્રિજમાં રાખ્યા બાદ દૂધને બિલ્કુલ ન હલાવો

જ્યારે દૂધ સંપૂર્ણપણે ઠંડું થઈ જાય, ત્યારે તેને ફ્રિજમાં મૂકી દો. પ્રયાસ કરો કે ઓછામાં ઓછા 8 થી 9 કલાક સુધી તેને હલાવ્યા વિના રાખવામાં આવે. જો વચ્ચે-વચ્ચે દૂધને હલાવવામાં આવશે, તો મલાઈનું જાડું પડ બનવામાં મુશ્કેલી આવી શકે છે.

મલાઈ કાઢતી વખતે પણ ધ્યાન રાખો

મલાઈ કાઢવા માટે લોકો મોટાભાગે તેને ચમચીથી ઉચકતા હોય છે, પરંતુ એવું ન કરવું જોઈએ. તેને ઉચકવાને બદલે પહેલાં કિનારીઓને હળવેથી ચપ્પુની મદદથી અલગ કરો. ત્યારપછી ધીમે-ધીમે મલાઈ બહાર કાઢો. આનાથી મલાઈ ફાટશે નહીં અને તેનું જાડું પડ સરળતાથી નીકળી આવશે.