Lifestyle & Fashion

બ્રશ કર્યા પછી કરી લો આ નાનું કામ: મોંની દુર્ગંધ ગાયબ થશે, શરમજનક સ્થિતિમાંથી મળશે રાહત

By GS Team
26 Aug 20262 mins read
TukuTouch Logo
મોંની દુર્ગંધ દૂર કરવા માટે 250 મિલી પાણીમાં 4-5 લવિંગ અને 1 ઇંચ તજનો ટુકડો 5 મિનિટ ઉકાળી ગાળી લો. આ નવશેકા પાણીથી સવારે બ્રશ કર્યા પછી અને રાત્રે સૂતા પહેલા 30-40 સેકન્ડ કોગળા કરી 20 સેકન્ડ ગરારા કરો. લવિંગમાં 'યુજેનોલ' અને તજમાં 'સિનેમાલ્ડીહાઇડ' બેક્ટેરિયાનો નાશ કરી દુર્ગંધ દૂર કરે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બ્રશ કર્યા પછી કરી લો આ નાનું કામ: મોંની દુર્ગંધ ગાયબ થશે, શરમજનક સ્થિતિમાંથી મળશે રાહત
IMAGE - ENVATO

Home remedy for bad breath: મોંમાંથી આવતી દુર્ગંધ એવી સમસ્યા છે, જે લોકોને ઘણીવાર શરમજનક સ્થિતિમાં મૂકી દે છે. લોકો તેનાથી બચવા માટે ચ્યુઈંગ ગમ, માઉથ ફ્રેશનર કે માઉથવોશનો સહારો લે છે, પરંતુ તેની અસર માત્ર થોડા સમય માટે જ રહે છે. જો તમે આ સમસ્યાનો કાયમી અને કુદરતી ઉકેલ શોધવા માંગતા હો, તો આ ઘરગથ્થું ઉપાય તમને મદદરૂપ બની રહેશે.

મોંમાંથી દુર્ગંધ આવવાનું મુખ્ય કારણ

ડૉક્ટરના જણાવ્યા મુજબ, મોંની દુર્ગંધનું સૌથી મોટું કારણ મોંમાં રહેલા બેક્ટેરિયા હોય છે. દાંત વચ્ચે ફસાયેલો ખોરાક અને જીભ પર જમા થતી ગંદકી આ બેક્ટેરિયાને વધવામાં મદદ કરે છે, જેના લીધે મોંમાંથી અસહ્ય વાસ આવવા લાગે છે.

દિવસમાં બે વાર ઉપયોગ કરવાથી મળશે ફાયદો

સૌથી પહેલાં આશરે 250 મિલી પાણીમાં 4થી 5 લવિંગને સહેજ ખાંડીને ઉમેરો અને તેમાં 1 ઇંચ તજનો ટુકડો નાખીને મધ્યમ આંચ પર 5 મિનિટ સુધી ઉકાળો. ત્યારબાદ ગેસ બંધ કરી વાસણ ઢાંકી દો અને પાણી થોડું નવશેકું થાય એટલે તેને ગાળી લો. આ નવશેકા પાણીનો એક ઘૂંટડો મોંમાં લઈ 30થી 40 સેકન્ડ સુધી ફેરવો અને પછી તેને ગળા સુધી લઈ જઈ 20 સેકન્ડ ગરારા કરીને થૂંકી દો. સવારે બ્રશ કર્યા પછી અને રાત્રે સૂતા પહેલા દિવસમાં બે વાર આ રીતે કોગળા કરવાથી સારું પરિણામ મળે છે.

લવિંગ અને તજ શા માટે ફાયદાકારક છે?

લવિંગમાં 'યુજેનોલ' નામનું તત્વ હોય છે, જે એન્ટી-બેક્ટેરિયલ ગુણ ધરાવે છે. જ્યારે તજમાં 'સિનેમાલ્ડીહાઇડ' નામનું તત્વ મળી આવે છે. આ બંને તત્વો મોંમાં રહેલા હાનિકારક બેક્ટેરિયાનો નાશ કરીને દુર્ગંધને મૂળમાંથી દૂર કરવામાં મદદ કરે છે.

આ બાબતોનું પણ ખાસ ધ્યાન રાખો

  • માત્ર કોગળા કરવા પૂરતા નથી, દરરોજ જીભની પણ સારી રીતે સફાઈ (ટંગ ક્લીનિંગ) કરવી જરૂરી છે.
  • દિવસભર પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ, કારણ કે મોંનું સુકાઈ જવું પણ દુર્ગંધ વધારી શકે છે.
  • દાંત વચ્ચે ફસાયેલા અન્નકણોને સાફ કરવા માટે રેગ્યુલર ફ્લોસનો ઉપયોગ પણ કરી શકાય છે.