કિચન સ્લેબ પર ભૂલથી પણ ન મૂકતા 4 વસ્તુઓ, નહીંતર એવી કંગાળી આવશે કે રૂપિયો નહીં બચે!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Kitchen Vastu Tips: વાસ્તુશાસ્ત્રમાં રસોડાને ઘરની સુખ-સમૃદ્ધિ, ખુશાલી અને સકારાત્મક ઊર્જાનું કેન્દ્ર માનવામાં આવે છે. ઘરના આ મહત્ત્વપૂર્ણ હિસ્સામાં સાફ-સફાઈ અને વ્યવસ્થિતપણું હોવું ખૂબ જ જરૂરી છે, કારણ કે રસોડામાં ગંદકી કે અવ્યવસ્થા રહેવાથી ઘરનું વાસ્તુ સંતુલન બગડી શકે છે. જગ્યાના અભાવે અથવા ઉતાવળમાં મોટેભાગે લોકો કિચન સ્લેબ પર ગંદા વાસણો, દવાઓ અને સફાઈનો સામાન મૂકી દેતા હોય છે, જે વાસ્તુની દ્રષ્ટિએ અશુભ માનવામાં આવે છે. કિચન સ્લેબ પર કઈ 4 વસ્તુઓ રાખવાનું ટાળવું જોઈએ અને તેનાથી શું નુકસાન થઈ શકે છે, જાણીએ આ ખાસ વાસ્તુ ટિપ્સ વિશે.
ગંદા વાસણો અને એંઠા વાસણો
ઘણા ઘરોમાં જમ્યા કે રસોઈ બનાવ્યા પછી ગંદા વાસણો કિચન સ્લેબ પર જ છોડી દેવાની આદત હોય છે. વાસ્તુશાસ્ત્રમાં આ ટેવને સારી માનવામાં આવતી નથી. એવી માન્યતા છે કે રાત્રે રસોડામાં એંઠા વાસણો રાખવાથી ઘરમાં નકારાત્મક ઊર્જા વધે છે અને સુખ-શાંતિ તથા બરકત પર માઠી અસર પડે છે. તેથી, રસોઈ બનાવ્યા કે જમ્યા બાદ તરત જ વાસણો સાફ કરી લેવા જોઈએ. જો તુરંત ધોવાનું શક્ય ન હોય, તો વાસણો સ્લેબ પર ફેલાવીને રાખવાને બદલે સિંકમા વ્યવસ્થિત ગોઠવવા જોઈએ, જેથી રસોડું સ્વચ્છ રહે.
દવાઓ અને ફર્સ્ટ એડ બોક્સ
રોજિંદા ઉપયોગમાં આવતી દવાઓ સરળતાથી મળી રહે તે માટે ઘણા લોકો તેને કિચન સ્લેબ પર જ ગોઠવી દે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર રસોડાને અગ્નિ તત્વ સાથે જોડાયેલું સ્થાન માનવામાં આવ્યું છે. માન્યતા છે કે ભોજન બનાવવાની જગ્યાએ દવાઓ રાખવાથી ઊર્જાનું સંતુલન પ્રભાવિત થાય છે અને તેને સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલીઓ સાથે પણ જોડવામાં આવે છે. તેથી દવાઓને રસોડાને બદલે કોઈ અલગ અને સુરક્ષિત કબાટમાં રાખવી વધુ યોગ્ય છે.
ગંદા કપડાં અને સફાઈનો સામાન
કિચન સ્લેબ પર ક્યારેય ભીનું કપડું, ગંદા પોતા કે સફાઈ માટેનો બ્રશ છોડવો જોઈએ નહીં. વાસ્તુની માન્યતાઓ મુજબ રસોડામાં ગંદકી અને અસ્તવ્યસ્ત માહોલ રહેવાથી ઘરની સકારાત્મક ઊર્જા પ્રભાવિત થાય છે અને વ્યવસ્થા બગડે છે. આથી સફાઈના સામાનને યોગ્ય જગ્યાએ જ રાખવા જોઈએ.
તૂટેલા-ફૂટેલા વાસણો અને કાચની ચીજો
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં તૂટેલા કપ, તિરાડવાળી પ્લેટો કે ખરાબ વાસણો રાખવા અશુભ માનવામાં આવે છે. તેને દરિદ્રતા, અવ્યવસ્થા અને આર્થિક મુશ્કેલીઓ સાથે જોડવામાં આવે છે. ઘરમાં નકામી અને તૂટેલી ચીજો જમા કરવાથી સકારાત્મક વાતાવરણ બગડે છે. વ્યવહારિક દ્રષ્ટિએ પણ તૂટેલા વાસણોમાં ખાવાથી ઈજા થવાનું જોખમ રહે છે, તેથી આવા વાસણો તાત્કાલિક બદલી નાખવા જોઈએ.
કિચન સ્લેબને સાફ અને વ્યવસ્થિત રાખવાની ટિપ્સ
રોજિંદી સફાઈ: રસોઈ બનાવ્યા બાદ સ્લેબને સ્વચ્છ કપડાથી લૂછી લો અને પાણી જમા ન થવા દો.
ચોક્કસ જગ્યા બનાવો: મસાલા, તેલ અને રોજ વપરાતી ચીજવસ્તુઓ માટે અલગ ડબ્બા કે રેક રાખો.
ખોરાક સુરક્ષિત રાખો: અનાજ અને ખાદ્ય સામગ્રીને સફાઈના કેમિકલ અને કચરાપેટીથી દૂર રાખો.
ભીના કપડાં સુકવો: ઉપયોગ પછી કપડાં અને સ્પોન્જ ધોઈને સારી રીતે સૂકવવા માટે મૂકો.




