દિવાળી પહેલાં જૂના સોફા બનશે એકદમ નવા! રસોડાની આ 3 વસ્તુઓથી કરો સફાઈ, જાણો સરળ હેક્સ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Sofa cleaning tips: ઘરના ડ્રોઈંગ રૂમમાં રાખેલા સોફા એવું ફર્નિચર છે જ્યાં ઘરના સભ્યો ઉપરાંત બહારથી આવતા મહેમાનો પણ બેસતા હોય છે. જેના કારણે સોફા ખૂબ જલ્દી ગંદા થઈ જાય છે. સોફાને પાણીથી ધોઈ શકાતા નથી અને તેની જટિલ બનાવટને કારણે ખૂણે-ખૂણેથી સાફ કરવા મુશ્કેલ લાગે છે. જો કે, ઘરની જ કેટલીક સામાન્ય વસ્તુઓની મદદથી સોફાને એકદમ નવા અને ચમકદાર બનાવી શકાય છે.
સફાઈ કરતા પહેલા સોફાના લેબલની ચકાસણી કરો
સોફાની સફાઈ શરૂ કરતા પહેલા તેના પર લગાવેલું લેબલ ચોક્કસ ચકાસી લેવું જોઈએ. આ લેબલ પર સફાઈ માટેના ખાસ નિર્દેશો આપેલા હોય છે. કેટલાક સોફા વોટર-બેઝ્ડ ક્લીનરથી સાફ થાય છે, તો કેટલાકમાં સોલ્વન્ટ-બેઝ્ડ ક્લીનરની જરૂર પડે છે. જ્યારે કેટલાક સોફા માટે માત્ર પ્રોફેશનલ ક્લીનિંગ જ યોગ્ય માનવામાં આવે છે. લેબલ વાંચવાથી સોફાને સાફ કરવાની સાચી રીતનો ખ્યાલ આવે છે.
બેકિંગ સોડા અને સફેદ વિનેગરનો જાદુ
સોફા પર જામેલી ગંદકી અને દુર્ગંધ દૂર કરવા માટે બેકિંગ સોડા ખૂબ જ ઉપયોગી છે. આખા સોફા પર બેકિંગ સોડા છાંટીને 15થી 20 મિનિટ માટે છોડી દો અને પછી તેને વેક્યુમ ક્લીનર કે કપડાથી સાફ કરી લો. આનાથી સોફાની ગંદકી શોષાઈ જાય છે અને સોફા ચમકવા લાગે છે. આ ઉપરાંત, એક સ્પ્રે બોટલમાં પાણી અને સફેદ વિનેગર સરખા પ્રમાણમાં મિક્સ કરીને સોફા પર છાંટવાથી અને થોડીવાર પછી કપડાથી લૂછવાથી સોફા એકદમ ચળકતો થઈ જાય છે.
ડિટર્જન્ટથી હઠાવો જિદ્દી ડાઘ
જો સોફા પર કોઈ ખાસ જગ્યાએ ડાઘ લાગી ગયા હોય તો 'સ્પોટ ક્લીનિંગ' પદ્ધતિ અપનાવી શકાય છે. એક વાટકી પાણીમાં ડિટર્જન્ટ અથવા લિક્વિડ સોપ મિક્સ કરીને તૈયાર કરેલા મિશ્રણને કપડાની મદદથી ડાઘવાળી જગ્યા પર ગોળ-ગોળ ફેરવીને સાફ કરી શકાય છે. ડાઘ સાફ થઈ ગયા બાદ ભીની જગ્યાને હેર ડ્રાયર કે પંખાની હવાથી સૂકવી શકાય છે.
પાળતુ પ્રાણીઓના વાળ અને લેધર સોફાની સંભાળ
ઘરમાં પાળતુ કૂતરા કે બિલાડી હોવાને કારણે સોફા પર તેમના વાળ ચોંટી જવાની સમસ્યા રહે છે, જેને દૂર કરવા માટે 'લિન્ટ રોલર' અથવા બ્રશનો ઉપયોગ કરી શકાય છે.
બીજી બાજુ, લેધરના સોફાની કાળજી રાખવી ખૂબ જરૂરી છે. લેધર સોફાને દરરોજ માઈક્રોફાઈબર કાપડથી લૂછી શકાય છે. સાબુના પાણીવાળા હળવા ભીના કપડાથી તેની સ્પોટ ક્લીનિંગ કરી શકાય છે અને લેધર સોફાની ચમક જાળવી રાખવા માટે 'લેધર કંડિશનર'નો ઉપયોગ કરી શકાય છે.




