Lifestyle & Fashion

Kitchen Tips: ઉનાળામાં લીંબુ જલ્દી સૂકાઈ જાય છે? અજમાવો આ 5 ટિપ્સ, મહિના સુધી રહેશે એકદમ તાજા

By GS Team
5 May 20262 mins read
TukuTouch Logo
ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થતાં જ રસોડામાં લીંબુની માંગ સૌથી વધુ વધી જાય છે. ઠંડક આપતું શરબત હોય કે રસોઈનો સ્વાદ વધારવાનો હોય, લીંબુ દરેક રીતે ઉપયોગી છે. પરંતુ, ઘણીવાર વધુ પડતા લીંબુ એકસાથે ખરીદવાથી તે જલ્દી સુકાઈ જાય છે અથવા બગડી જાય છે. જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો, તો અહીં આપેલી સરળ ટિપ્સ તમને લીંબુને લાંબા સમય સુધી તાજા રાખવામાં મદદ કરશે.

Summarized by AI; it may make mistakes. Check important info

Kitchen Tips: ઉનાળામાં લીંબુ જલ્દી સૂકાઈ જાય છે? અજમાવો આ 5 ટિપ્સ, મહિના સુધી રહેશે એકદમ તાજા
(IMAGE - ENVATO)

Lemon Storage Tips: ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થતાં જ રસોડામાં લીંબુની માંગ સૌથી વધુ વધી જાય છે. ઠંડક આપતું શરબત હોય કે રસોઈનો સ્વાદ વધારવાનો હોય, લીંબુ દરેક રીતે ઉપયોગી છે. પરંતુ, ઘણીવાર વધુ પડતા લીંબુ એકસાથે ખરીદવાથી તે જલ્દી સુકાઈ જાય છે અથવા બગડી જાય છે. જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો, તો અહીં આપેલી સરળ ટિપ્સ તમને લીંબુને લાંબા સમય સુધી તાજા રાખવામાં મદદ કરશે.

1. એરટાઇટ કન્ટેનરનો ઉપયોગ

લીંબુને સીધા ફ્રીજમાં ખુલ્લા રાખવાને બદલે કોઈ એરટાઇટ ડબ્બામાં ભરીને રાખવા જોઈએ. આનાથી તેની અંદરનો ભેજ જળવાઈ રહે છે અને તે 2થી 3 અઠવાડિયા સુધી તાજા રહે છે.

2. કાચના જારમાં પાણી ભરીને સ્ટોર કરો

જો તમારે લીંબુને મહિના સુધી સાચવવા હોય, તો એક કાચના જારમાં પાણી ભરી તેમાં લીંબુ ડુબાડીને ફ્રીજમાં રાખો. આ રીતથી લીંબુ લાંબો સમય સુધી સુકાતા નથી અને તેનો રસ જળવાય રહે છે.

3. પેપર અથવા કોટનના કપડામાં લપેટો

લીંબુને કોટનના કપડાં અથવા પેપર નેપકિનમાં લપેટીને ફ્રીજમાં રાખવાથી તે જલ્દી સડતા નથી. પેપર વધારાનો ભેજ શોષી લે છે, જેના કારણે લીંબુની ગુણવત્તા લાંબો સમય સારી રહે છે.

4. કપાયેલા લીંબુને સાચવવાની ટ્રીક

ઘણીવાર અડધું લીંબુ વાપર્યા પછી બાકીનું સુકાઈ જાય છે. આવા સમયે તેના કપાયેલા ભાગ પર થોડું મીઠું લગાવી ફ્રીજમાં રાખવાથી તે તાજું રહે છે અને તેનો રસ સુકાતો નથી.

આ પણ વાંચો: ઉનાળાની રજાઓમાં ફરવાલાયક ગુજરાતના સૌથી સુંદર સ્થળ, દેવ દર્શનથી લઈને બીચની મજા

5. લીંબુના રસને આઈસ ટ્રેમાં જમાવો

લીંબુને મહિનાઓ સુધી વાપરવા માટે તેનો રસ કાઢીને આઈસ ટ્રેમાં જમાવી લો. આ રીતે તૈયાર થયેલા આઈસ ક્યુબ્સનો જ્યારે પણ જરૂર હોય ત્યારે શરબત કે રસોઈમાં સીધો ઉપયોગ કરી શકાય છે.

ખાસ નોંધ: લીંબુને સ્ટોર કરતા પહેલા હંમેશા તેને કોરા કરી લો અને જો કોઈ લીંબુ બગડેલું કે નરમ હોય, તો તેને તરત જ અલગ કરી દો.