એકલા ફરવાનો પ્લાન છે? ભારતના આ 5 સ્થળો સોલો ટ્રાવેલર્સ માટે છે સ્વર્ગ સમાન, બજેટમાં થશે ટ્રીપ!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

5 Best Solo Travel Destinations: આજની ભાગદોડ ભરી જિંદગીમાંથી બ્રેક લઈને નવી જગ્યાઓએ ફરવા જવું માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. કુદરતના ખોળે સમય વિતાવવાથી તણાવ, ચિંતા અને ડિપ્રેશન જેવી સમસ્યાઓમાં રાહત મળે છે. પરિવાર કે મિત્રો સાથે ફરવા જવા ઉપરાંત હવે એકલા પ્રવાસ કરવાનો એટલે કે 'સોલો ટ્રાવેલિંગ'નો ક્રેઝ પણ ઝડપથી વધી રહ્યો છે. સોલો ટ્રાવેલિંગથી વ્યક્તિ પોતાની જાતને વધુ સારી રીતે સમજી શકે છે અને નવા લોકો સાથે મુક્તપણે સંવાદ સાધી શકે છે. જો તમે પણ એકલા જવાનું વિચારી રહ્યા છો, તો ભારતના આ 5 સ્થળો છે સ્વર્ગ સમાન.
- ઋષિકેશ (ઉત્તરાખંડ)
દિલ્હી કે તેની આસપાસના વિસ્તારોમાં રહેતા લોકો માટે ઋષિકેશ એક ઉત્તમ વિકલ્પ છે. ઓછા બજેટમાં એડવેન્ચર ટ્રિપ માણવા માંગતા સોલો ટ્રાવેલર્સ માટે આ જગ્યા સ્વર્ગ સમાન છે. અહીં ખૂબ જ વ્યાજબી દરે હોસ્ટેલ રૂમ મળી રહે છે. જો તમને એડવેન્ચર સ્પોર્ટ્સ અને કેમ્પિંગનો શોખ હોય, તો ઋષિકેશ તમારા માટે બેસ્ટ પસંદગી બની શકે છે.
- મનાલી (હિમાચલ પ્રદેશ)
બર્ફીલા પહાડો અને કુદરતી સુંદરતા પસંદ કરતા લોકો માટે મનાલી શાંતિપૂર્ણ પ્રવાસનું ઉત્તમ સ્થળ છે. અહીંના કેફેમાં બેસીને બરફથી ઢંકાયેલા પહાડોનો નજારો જોવો, એકલા પ્રવાસ કરતા લોકો માટે એક અદ્ભુત અને યાદગાર અનુભવ બની રહે છે.
- કસોલ અને તોષ (હિમાચલ પ્રદેશ)
જો તમે એકાંત અને શાંત વાતાવરણ શોધી રહ્યા છો, તો કસોલ અને તોષની મુલાકાત લેવી જોઈએ. ઊંચા દેવદારના વૃક્ષો અને બર્ફીલા પહાડો આ જગ્યાની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે. કસોલમાં સોલો ટ્રાવેલર્સ માટે કેફે અને હોમસ્ટેના ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે. અહીં ટ્રેકિંગનો આનંદ માણી શકાય છે, તેમજ કસોલથી થોડે ઊંચાઈએ આવેલું નાનું પહાડી ગામ 'તોષ' તેના શાંત માહોલ માટે પ્રખ્યાત છે.
- વાયનાડ (કેરળ)
જે લોકોને ગીચ જંગલો, ઝરણાં અને શાંત વાતાવરણ ગમે છે, તેમના માટે કેરળનું વાયનાડ એક ઉત્કૃષ્ટ સ્થળ છે. વાયનાડમાં આવેલા 'એડક્કલ ગુફાઓ' તેના પ્રાચીન શૈલ-ચિત્રો (રોક આર્ટ) માટે વિશ્વભરમાં જાણીતી છે. આ ઉપરાંત સૂચિપારા ધોધ અને તેની આસપાસના સુંદર જંગલો કુદરત પ્રેમીઓને મંત્રમુગ્ધ કરી દે છે.
- મેઘાલય
જો તમે રોજિંદા જીવનથી સાવ અલગ અને અદ્ભુત અનુભવ મેળવવા માંગતા હોવ, તો મેઘાલય ચોક્કસ જવું જોઈએ. પહાડો અને અદભુત પ્રકૃતિથી ઘેરાયેલું મેઘાલય સોલો ટ્રાવેલર્સ માટે એક અત્યંત સુરક્ષિત અને અદ્ભુત ડેસ્ટિનેશન માનવામાં આવે છે.









