ભુજ,શુક્રવાર
કોરોના મહામારી, મોંઘવારી સહિતની અનેક કપરી પરિસિૃથતી વચ્ચે કચ્છવાસીઓ પણ ૨૦૨૧માં હેમખેમ પસાર થયા હતા. હવે આવનારુ ૨૦૨૧નું વર્ષ પ્રવર્તમાન કોરોનાની મહામારીના કારણે ૨૦૨૦ તેમજ ૨૦૨૧નું વર્ષ મંગળમય બની રહે તેવી આશા-અપેક્ષાઓ વચ્ચે ૨૦૨૧ના વર્ષને અલવીદા કરવામાં આવી હતી. કચછમાં નાઈટ કફર્યુ ન હોવાથી યુવાધન ્દ્વારા કયાંકને કયાંક પોલીસને અંધારામાં રાખીને પાર્ટીઓના આયોજનો ગોઠવાઈ ગયા હતા. જો કે, પોલીસે પણ આજ સાંજાથી જ ભુજ સહિત સમગ્ર કચ્છમાં થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઈને વાહન ચેકિંગ તેમજ પાર્ટી પ્લોટ, ફાર્મ હાઉસમાં ચેકિંગ કરી હતી.
કોરોનાના કહેરના કારણે ૨૦૨૧નું વર્ષ પ્રમાણમાં ફિક્કુ રહ્યુ હતુ. જો કે, છેલ્લા કેટલાક મહિનાઓાથી કોરોનાના કેસો ઘટયા બાદ શાળાઓ, મંદિરો, સિનેમા ખુલ્યા હતા. જેાથી, લોકો જીવન જીવતા થયા હતા. અને આવનારુ વર્ષ ૨૦૨૨ પણ સરખી રીતે પસાર થશે તેવી આશા હતી. તે વચ્ચે કેટલાક દિવસોથી કચ્છમાં પણ કોરોનાના કેસો વાધવા માંડતા લોકોના મનના ખુણે ખાંચે ડર પ્રવર્તી રહ્યો છે.
ત્યારે, નવા વર્ષને આવકારવા આજે યુવાધનમાં ખાસ્સો એવો ઉત્સાહ જોવા મળ્યો હતો. કેટલાક લોકોએ ઘર આંગણે જમણ સહિતના આયોજનો ઘડી કાઢ્યા હતા. કચ્છમાં થર્ટી ફર્સ્ટની સાદાઈાથી ઉજવણી સાથે વસમા વર્ષ ૨૦૨૧ને વિદાય આપવામાં આવી હતી. આવતીકાલે સૂર્યના પહેલા કિરણોના આગમન સાથે ઈસુના ૨૦૨૨ના વર્ષનો આરંભ થશે. છેલ્લા બે વર્ષાથી કોરોનાના ગ્રહણને કારણે શહેર-જિલ્લાની હોટલ, રેસ્ટોરન્ટ, ફાર્મ હાઉસ વગેરે જગ્યાએ થતી ડી.જે., ડાન્સ વીથ ડિનર સાથે થતી ૩૧ ફર્સ્ટની પાર્ટીઓ ઓણ સાલ પણ ફિક્કી રહી હતી. રાત્રિના ૧૨ કલાક સાથે જ ઈસુનું નવું વર્ષ ૨૦૨૨ શરૃ થઈ જતાં સોશિયલ મીડિયા પર મોડી રાતાથી જ ન્યૂ યરની શુભેચ્છા પાઠવતા મેસેજનો ધોધ વહેવા માંડયો હતો. ખ્રિસ્તી ધર્મના દેવાલયોમાં પ્રાર્થના, ખિસ્તયજ્ઞાના કાર્યક્રમો સહિત એકમેકને રૃબરૃ મળીને નવા વર્ષની શુભકામના પાઠવશે. સાથોસાથ એકબીજાના ઘરે જઇને મ્હોં મીઠુ કરાવીને નવલા વર્ષની વાધામણાં કરાશે. જોકે કેટલાક સૃથળોએ ઘરમાં હોમ િથયેટરમાંથી રેલાતા સંગીત વચ્ચે નાની-મોટી ચા-નાસ્તા, ખાણી-પીણીની પાર્ટીના પણ આયોજનો ગોઠવાશે. નવાવર્ષની ઉજવણીમાં દેશી વિદેશી દારૃ, બિયરની મહેફિલો, ડાન્સબાર, અનૈતિક પ્રવૃત્તિઓ ઉપર પોલીસની બાજનજર હોઇ ખાનગી ફાર્મહાઉસો, હોટલ-રેસ્ટોરંટો, હાઇવે ઉપરના ઢાબાઓ ઉપર શનિવારે બીજા દિવસે પણ ચેંકીગ હાથ ધરાશે.
નવા વર્ષને આવકારવા સરહદે BSFજવાનો મન મૂકીને ઝુમ્યા
બાય બાય..૨૦૨૧, વેલકમ..૨૦૨૨. અંગ્રેજી નવા વર્ષને આવકારવા આજે થર્ટી ફર્સ્ટના યુવાધનમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે, ભારત-પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય બોર્ડર ઉપર ફરજ બજાવતા જવાનોમાં પણ નવા વર્ષને આવકારવા માટેનો ઉત્સાહ જોવા મળ્યો હતો.
કચ્છ બોર્ડર પર તૈનાત જવાનો દ્વારા દરેક તહેવારની ઉજવણી કરીને ખુશીઓ મનાવવામાં આવે છે આજે થર્ટી ફર્સ્ટ હોવાથી બોર્ડર પર જવાનો દ્વારા ડાન્સ પાર્ટી કરીને નવા વર્ષને આવકારવામાં આવ્યો હતો. જવાનો પરિવારાથી દૂર રહે છે પણ લાગણીઓ જોડાયેલી રહે છે
કચ્છની લખપત સરહદે તૈનાત જવાનો દ્વારા વર્ષ ૨૦૨૧ ને બાય બાય કહી નવા વર્ષને આવકારવામાં આવ્યું હતું. આ ઉજવણીમાં બીએસએફ જવાનો ઉત્સાહભેર જોડાયા હતા.
સફેદ રણનું મીઠા સાથે ગમ્મત અને સેલ્ફી લઈને યુવા વર્ગે વર્ષના છેલ્લા દિવસની સંધ્યાને યાદગાર બનાવી
વર્ષના છેલ્લા દિવસે સંધ્યાએ આકાશમાં , કુદરતી સૌંદર્ય અને લાલાશ ના કારણે અદભુત વાતાવરણ જોવા મળ્યું હતું.અને યુવા વર્ગની કિકિયારી અને ઉત્સાહના કારણે આજે સફેદ રણ ગાજી ઉઠયું હતું. છેલ્લા થોડા સમયાથી વર્ષના છેલ્લા દિવસે અલગ અલગ સૃથળોની મુલાકાત લઈને આ પર્વ મનાવવા માટે , ખાસ કરીને યુવા વર્ગ વિવિાધ જાણીતા સૃથળોની મુલાકાત લેતા હોય છે. ગુજરાત પ્રવાસન વિભાગ અને અમિતાભ બચચન ની, ' કચ્છ નહિ દેખા તો કુછ નહિ દેખા ' સલોગન થી વિશ્વભરના પ્રવાસીઓ કચ્છ ના ખૂણે ખૂણે આવેલ સૃથળોની મુલાકાત લઈ રહ્યા છે. ખાસ કરીને ધોરડો ,સફેદ રણ ની જગ્યાએ આજે વર્ષના છેલ્લા દિવસે મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડયા હતા.વાહનોની લાંબી કતારો જ મોટી સંખ્યામાં લોકો આવ્યા હોવાનું જણાવતાં હતા. બજારમાં પણ સૃથાનિક પ્રવાસીઓના કારણે આજે હકડેઠઠ ભીડ જોવા મળી હતી. સફેદ રણ નું મીઠા સાથે ગમ્મત અને સેલ્ફી લઈને યુવા વર્ગ આજે વર્ષના છેલ્લા દિવસની સંધ્યાને યાદગાર બનાવી હતી.


