૨૦૨૬ને માલધારી વર્ષ તરીકે ઉજવવાની દરખાસ્તનો સંયુક્ત રાષ્ટ્ર સંઘે સ્વીકાર કર્યો

ભુજ,શનિવાર
સંયુક્ત રાષ્ટ્ર સંઘ ૨૦૨૬ માલાધારી વર્ષ તરીકે ઉજવવા આવે જેના માટે મોંગોલિયા સરકારે સંયુક્ત રાષ્ટ્રસંઘ માં દરખાસ્ત મુકેલ જેમા ૧૦૩ વિશ્વના માલાધારી દેશો ૩૦૨ વિશ્વ ની માલાધારી સંસૃથાઓ એ સમાર્થનમાં પ્રસ્તાવને ટેકો આપેલ જેમાં એશિયા ના ૯ માલાધારી દેશોએ પણ સમાર્થન આપેલ જેમ ભારત દેશ માં ૧૪ માલાધારી રાજ્ય માં ગુજરાત રાજ્ય ના માલાધારીઓ ના પ્રદેશ ગણાતા બન્ની ભેંસ જેવી અમુલ્ય ધરોહર થી જાણીતા બન્ની વિસ્તા માંથી વર્ષ ૨૦૨૧ના જાન્યુઆરીની તારીખ ૯થી ૧૧ દરમિયાન ત્રિદિવસીય ગૌરવ યાત્રા બન્ની પશુ ઉછેરક માલાધારી સંગઠન ના નેત્ત્વરૃપી દેશની પ્રાથમ સમાર્થન યાત્રા ની શરૃઆત કરેલ જેમાં સંગઠન ના સભ્યો અને સૌ માલાધારીઓએ હોશભેર ભાગ લીધેલ અને દેશની પ્રાથમ સમાર્થન રૃપી અવાજ મુકવા સંયુક્ત રાષ્ટ્ર સંઘ સમક્ષ ભારત દેશને આહવાન કરેલ.
આ પદ યાત્રા સમય ઘણા લોકોએ ૨૦૨૬ ની ઉજવણી માટે ૨૦૨૧ માં પદ યાત્રા કાઢી તેના ઉપર ટીકા ટિપ્પણીઓ કરેલ પણ તેની પરવાહ કર્યા વગર અંતર રાષ્ટ્રીય લેવલે માલાધારી અવાજ પહોંચાડવા સંગઠન ના સૌ આગેવાનો કાર્યકરો માલાધારીએ મક્કમતા પૂર્વક સાહસ કાયમ રાખેલ જેને ભારત સરકારે પણ સમાર્થન માં સુર પુરાવી અને સયુંકત રાષ્ટ્રીય સંઘ પાસે પ્રસ્તાવમાં સમાર્થન આપેલ જે ભારત ની પહેલ થી ભારત દેશ અને ગુજરાત ના માલાધારીઓ નો ભવિષ્ય ઉજળુ થશે અને માલાધારીયત દેશ માટે એક ઉમદા નમુનો બનશે એવો પ્રેરક આશાવાદ માલાધારીઓ માં જાગ્યો છે. આ દરખાસ્ત પર સંયુક્ત રાષ્ટ્રસંઘે માલાધારીયત ના આવાજ ને જીવંત રાખી ૧૫ માર્ચ ૨૦૨૨ ના સયુંકત રાષ્ટ્રસંઘની સભામાં ૨૦૨૬ માલાધારી વર્ષ તરીકે ઉજવવા માટે સર્વ સહમતીથી ઠરાવ પસાર કરવામાં આવેલ.
જે માંગણી બન્ની થી શરૃઆત થતા અને ભરતા સરકાર ના સમાર્થન અને સંયુક્ત રાષ્ટ્રસંઘ ના આ ઉમદા અને ગૌરવ વંતા ક્ષણ ને બન્ની પશુ ઉછેરક માલાધારી સંગઠન ના હોદ્દેદારો કારોબારી સભ્યો તમામ માલાધારી ઓં ગૌરવ અને હર્ષ ની લાગણી અનુભવી રહ્યા છીએ અને ૨૦૨૬ માં માલાધારી વર્ષ ઉજવવા ના નિર્ણય બદલ સંયુક્ત રાષ્ટ્રસંઘ નું આભાર માનેલ એવું બન્ની પશુ ઉછેરક માલાધારી સંગઠન ની યાદી દવારા જણાવવામાં આવ્યુ હતુ.




