સારું રિઝલ્ટ આપવાની લાલચ આપીને શિક્ષકે વિદ્યાર્થિની સાથે બળાત્કાર ગુજાર્યો

ભુજ, સોમવાર
મુન્દ્રા તાલુકાના નાના કપાયા ગામે ગુરૃની ગરિમા લજવનાર નરાધમ શિક્ષક સામે બળાત્કારની ફરિયાદ નોંધાવાઈ છે.ધોરણ ૧૧ માં અભ્યાસ કરતી સગીરાનું ઊંચું રિજલ્ટ અપાવવાની લાલચ આપીને આ બનાવને અંજામ આપવામાં આવ્યો હતો
મુંદરા પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી પ્રમાણે નાના કપાયા ગામે આ બનાવ બન્યો હતો. ધોરણ ૧૧ માં અભ્યાસ કરતી સગીરાને અદાણી સ્કૂલમાં ધોરણ ૧૧ અને ૧૨ માં અભ્યાસ કરાવતા શિક્ષક જય માવજી ઠક્કરે પરીક્ષામાં તેણીને ઉચું રિઝલ્ટ અપાવવાની લાલચ આપી હતી. તેમજ પરીક્ષાની તૈયારી કરાવવાના બહાને આ સગીરાને અવારનવાર ઘરે બોલાવી જય ઠક્કરે દાનત બગાડી હતી અને સગીરા સાથે શરીર સબંધ બાંધી જાતિય હુમલો કર્યો હતો.
ગત ઓકટોબરાથી ડિસેમ્બર માસમાં આ બનાવને અંજામ અપાયો હતો.આરોપી શિક્ષકે સગીરા સાથે બદકામ કરી આ વાત કોઈને કહીશ તો સમાજમાં બદનામ કરવાની ધમકી આપી હતી, જેાથી સગીરા ડરી ગઈ અને ઘરે પણ ગુમસુમ રહેતી હતી. બાદમાં સગીરાએ તેની માતાને સાચી હકિકત જણાવતા તેઓ દ્વારા આરોપી સામે મુંદરા પોલીસ સ્ટેશનમાં પોકસો અને દુષ્કર્મ સહિતની કલમો તળે ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે.
મહત્વની બાબત એ છે કે, જે તે વખતે આ નરાધમ શિક્ષકે સગીરા પાસેાથી ૧.૨૦૦૦૦ ના દાગીના લઈ લીધા હતા, હાલમાં જ્યારે સગીરાના પિતાએ દાગીના ઘરમાં તપાસતા જોવા ન મળતા તેમણે મુન્દ્રા પોલીસ માથકે ચોરીની ફરિયાદ નોંધાવી હતી.જો કે પોલીસે તમામ પાસા તપાસતા સગીરાની પૂછપરછ કરી હતી જેમાં તે ભાંગી પડી હતી,અને આ દાગીના તેણે જય ઠક્કરને આપી દીધા હોવાનું જણાવ્યું હતું,તેમજ તેની સાથે આ શિક્ષકે બળાત્કાર ગુજાર્યો હોવાની આપવીતી પરિવારજનોને વર્ણવતા સમગ્ર હકીકતોનો પર્દાફાશ થવા પામ્યો હતો.
સગીરાએ આ ઘટના અંગે શિક્ષક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી મુંદરા પીઆઈ મીતેશ બારોટે જણાવ્યું હતું કે આરોપી શિક્ષક પરણિત છે અને તે એક સંતાનનો પિતા છે,તેણે ત્રણ મહિનાના સમય ગાળા દરમિયાન સગીરાને ઘરે બોલાવીને ,બળાત્કાર ગુજાર્યો હતો, આ શિક્ષક છેલ્લા છ મહિનાથી તેણીને અભ્યાસ કરાવતો હતો, તેમજ ખાનગી ટયૂશન પણ ચલાવતો હતો. આરોપીની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.




