Get The App

પાકિસ્તાની નાગરિકને માનવીય અભિગમ અપનાવીને પરત મોકલાયો

- અજાણતા આંતરરાષ્ટ્રીય સરહદ ઓળંગીને આવનાર

- સીમા સુરક્ષા દળની પ૬ બટાલિયનની કામગીરીને બિરદાવાઈ

Updated: Jan 6th, 2022

GS TEAM

Google News
Google News
પાકિસ્તાની નાગરિકને માનવીય અભિગમ અપનાવીને પરત  મોકલાયો 1 - image

ભુજ,બુાધવાર

પાડોશી દેશ પાકિસ્તાનનો એક યુવક મંગળવારે અજાણતા આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરી કચ્છની સરહદ પર લાગેલી તારબંધી સુાધી પહોંચી આવ્યો હતો. 

કચ્છની ભારત-પાક સરહદ પર પેટ્રોલિંગમાં રહેલી બીએસએફની ૫૬ બટાલિયનની ટીમને આ યુવક મળી આવ્યો હતો. જેની પાક. રેન્જર્સ દ્વારા કરવામાં આવેલી તપાસમાં આ યુવક ભૂલાથી સરહદ સુાધી પહોંચી આવ્યાનું સામે આવ્યું હતું. જેના પછી પાક. રેન્જર્સ સાથે ફ્લેગ બેઠક યોજી સદ્દભાવના સાથે માનવીય ઔઅભિગમ અપનાવી યુવકને પરત સોંપવામાં આવ્યો હતો.

પાકિસ્તાનના સિંધ પ્રાંતનો અને નગરપારકર તાલુકાના મેડો ગામનો ૨૫ વર્ષીય અહશન બુરા માસ્ટર નામનો યુવક ગઈકાલે મંગળવારે કચ્છની સરહદ પર ફરજ પર BSF ની ૫૬ બટાલિયન ટીમને મળી આવ્યો હતો. જો કે આ ભટકી ગયેલા યુવકની પાકિસ્તાન રેન્જર્સ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી અને BSFનો સંપર્ક કરવામાં આવ્યો હતો. યુવકના પ્રત્યારોપ માટે BSF દ્વારા બી.પી. નંબર ૧૦૨૨૯/૩ એસ. પાસે પાકિસ્તાન રેંજર્સ સાથે ફ્લેગ બેઠક યોજી માનવતાવાદી અભિગમ સાથે યુવકને તેમના હવાલે કરવામાં આવ્યો હતો.