Kutch

કચ્છમાં ફરી ભૂકંપ, 3.3 ની તીવ્રતાએ ધરા ધ્રૂજી, લોકોમાં ભય ફેલાયો, જાણો ક્યાં હતું કેન્દ્રબિંદુ

By GS Team
9 Aug 20261 min read
TukuTouch Logo
કચ્છ જિલ્લામાં આજે બપોરે ફરી ધરતી ધ્રૂજી ઉઠી હતી. રાપર અને આસપાસના વિસ્તારોમાં 3.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. સિઝમોલોજી રિસર્ચ સેન્ટર મુજબ, આ આંચકો બપોરે 1:34 વાગ્યે અનુભવાયો હતો. તેનું કેન્દ્રબિંદુ રાપરથી 15 કિલોમીટર દૂર પશ્ચિમ-દક્ષિણ-પશ્ચિમ દિશામાં જમીનથી 15 કિલોમીટર નીચે હતું. સદ્નસીબે, કોઈ જાનમાલનું નુકસાન થયું નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

કચ્છમાં ફરી ભૂકંપ, 3.3 ની તીવ્રતાએ ધરા ધ્રૂજી, લોકોમાં ભય ફેલાયો, જાણો ક્યાં હતું કેન્દ્રબિંદુ

Kutch Earthquake: કચ્છ જિલ્લામાં ફરી એકવાર ધરતી ધ્રૂજી ઊઠી છે. આજે બપોરે રાપર અને તેની આસપાસના વિસ્તારોમાં 3.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો છે. સિઝમોલોજી રિસર્ચ સેન્ટર અનુસાર, આ ભૂકંપનો આંચકો આજે (નવમી ઓગસ્ટ) બપોરે 1:34 વાગ્યે અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૩.૩ માપવામાં આવી છે.

રાપરથી 15 કિ.મી. દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ

ભૂકંપના આંચકાનું કેન્દ્રબિંદુ કચ્છના રાપરથી પશ્ચિમ-દક્ષિણ-પશ્ચિમ (WSW) દિશામાં અંદાજે 15 કિલોમીટર દૂર નોંધાયું છે. તેની ઊંડાઈ જમીનથી 15 કિલોમીટર નીચે હોવાનું સામે આવ્યું છે. ભૂકંપના આંચકાને પગલે સ્થાનિક લોકોમાં થોડા સમય માટે ફાફડાટ વ્યાપી ગયો હતો, જોકે અત્યાર સુધી કોઈ જાનમાલના નુકસાનના અહેવાલ મળ્યા નથી.