Gujarat

કચ્છમાં કોરોનાના નવા ૧૧ અને એક ઓમિક્રોનનો કેસ

By GS Team
4 Jan 20221 min read
This article was originally published on 4 Jan 2022
કચ્છમાં કોરોનાના નવા ૧૧  અને એક ઓમિક્રોનનો કેસ

ભુજ, સોમવાર 

કચ્છ જિલ્લામાં કોરોનાના ૧૧ કેસ નવા આવ્યા હતા. જેના કારણે એક્ટીવ કેસ ૬૩ થઈ ગયા છે. જ્યારે એક ઓમિક્રોનનો કેસ આવતા અત્યારસુાધી ત્રણ કેસ ઓમિક્રોનના નોંધાયા છે. 

મળતી માહિતી મુજબ આજે જિલ્લામાં ભુજ, અંજાર, ગાંધીધામ તાલુકામાં ૧૧ કેસ નોંધાયા હતા. જેમાં પશ્ચિમ કચ્છમાં ભુજમાં એક, સામત્રા ૨, સુરજપરમાં ૧, નારાણપરમાં ૧ એમ તાલુકામાં ૫  કેસ નોંધાયા હતા. આમ પટેલ ચોવિસીના ગામમાં સંક્રમણ વધ્યું છે. જ્યારે પુર્વ કચ્છમાં ગાંધીધામમાં ૩ કેસ, વરસામેડીમાં ૨ તાથા કાળી તલાવડીમાં ૧ કેસ નોંધાયો હતો. આમ કુલ ૧૧ કેસ નવા આવ્યા હતા જેમાં એક ઓમિક્રોનનો દર્દી સામેલ છે. આમ અત્યારસુાધી કુલ ૩ ઓમિક્રોનના કેસ કચ્છમાં નોંધાઈ ચુક્યા છે. બીજીતરફ માંડવીમાં ૩ અને ગાંધીધામમાં ૫ દર્દીને સાજા થતાં રજા આપવામાં આવી હતી. હાલે એક્ટીવ કેસની સંખ્યા ૬૩ પહોંચી છે. જ્યારે કુુલ પોઝિટિવ કેસ કચ્છમાં અત્યારસુાધી ૧૨૮૩૮ નોંધાઈ ચુક્યા છે. જ્યારે સાજા થઈ ચુકેલા કેસ ૧૨૬૬૩ છે.