કચ્છના ઘુડખર અભયારણ્ય વિસ્તારમાં મીઠાનું ખનન રોકવા ટીમો ત્રાટકી

- 75 હિટાચી મશીનોનો ઉપયોગ કરાતો હોવાથી તંત્ર ચોંક્યું
ભુજ,બુધવાર
કચ્છના ઘુડખર અભ્યારણ્ય વિસ્તારમાં મીઠાના કારખાનેદારો દ્વારા દબાણ કરી મીઠાનું ખનન કરવામાં આવે છે જે અંગે રજુઆત કરવા છતા કોઈ જ પગલા ભરાતા ન હોવાથી ગતરોજ ભુજ અને ભચાઉમાં ચાર લોકોએ આત્મવિલોપનનો પ્રયાસ કરતા આજે હરકતમાં આવેલા જિલ્લાના વહીવટી તંત્રે ટીમો બનાવીને ઘુડખર અભ્યારણ્ય વિસ્તારમાં ચેકિંગ હાથ ધરી હતી. મીઠાના કારખાનેદારો દ્વારા દબાણ કરાયાનું માલુમ પડતા કારખાનેદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ખાતરી તંત્ર દ્વારા અપાઈ છે. જેના પગલે મીઠાના કારખાનેદારોમાં ફફડાટ મચી ગયો છે.
કચ્છના નાના રણ વિસ્તાર એટલે ઘુડખર અભ્યારણ્ય વિસ્તારમાં મીઠા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોએ ૨૫૦૦ થી વાધુ હેક્ટરમાં દબાણ કરી ઘોર ખોદી નાખી છે ત્યારે રાપર તાલુકાના રણ કાંઠાના વિસ્તારમાં આવેલા ગામ લોકો અને સરપંચો અને સામાજીક સંગઠન દ્વારા આ દબાણો દુર કરવા માટે અવારનવાર રજુઆતો કરવામાં આવતી રહી છે. ગત રોજ ભચાઉ અને ભુજમાં કલેક્ટર ઓફિસ સામે આત્મવિલોપનનો પ્રયાસ પણ કરાયો હતો. જેના પગલે આજે જિલ્લા કલેકટર પ્રવિણા ડી. કેની સુચનાથી રાપર મામલતદાર દ્વારા એક ટીમ બનાવીને અભ્યારણ્ય વિસ્તારમાં પંચનામું કરી કરવામાં આવ્યું હતું.
મામલતદાર કે.આર.ચૌધરીના માર્ગદર્શન હેઠળ નાયબ મામલતદાર દબાણ શાખા ના અિધકારીઓ-કર્મચારીઓ સહિત રેવન્યુ તલાટી તેમજ મામલતદાર કચેરીના સ્ટાફ સાથે આજે ભીમદેવકા ના રણ વિસ્તારની અંદર જઈ જાત પંચનામું કર્યુ હતુ જેમાં અંજાર ના બાબુભાઈ દેવરાજ ભાઈની અરજીના અનુસંધાને ઘુડખર અભ્યારણ્યમાં ૨૦૧૫ મા મીઠા ના પ્લોટ રદ કરવામાં આવેલ પરંતુ આ મીઠા ના કારખાનાના માલિકો દ્વારા કોઈ પણ દબાણ દુર કરવા મા આવતા નાથી તે અન્વયે આજે તપાસ દરમિયાન રણમા તપાસ દરમિયાન પચાસ થી વાધુ ડમ્પરમા મીઠા ની હેરાફેરી કરાતી હતી. ૭૫ જેટલા હીટાચીઓ પણ કામે લાગેલા હતા. જેના પગલે મામલતદારની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી.
અભયારણ્ય વિસ્તારમાં ગેરકાયદેસર ધમાધમતા મીઠા ના કારખાનેદાર શ્રીરામ સોલ્ટ અને નિલકંઠ સોલ્ટ સહિત પાંત્રીસ કારખાના ધરાવતા માલિકૈ સામે લેન્ડ ગ્રેબિંગ કાયદા અનુસાર કાર્યવાહી કરવા માટે પંચનામું કરવામાં આવ્યું હતુ. ઘુડખર અભ્યારણ્ય વિસ્તારમાં આજે રાપર મામલતદાર ની ટીમ ઉપરાંત આડેસર પીએસઆઈ બી. જી. રાવલ સહિત ના અિધકારીઓની ટીમો એ ધામા નાંખ્યા હતા . ભીમદેવકા થી સુરેન્દરનગર ના ટિકર સુાધી ના રણ વિસ્તારમાં તપાસ કરવામાં આવતા ફફડાટ મચી ગયો હતો. આગામી દિવસોમાં આ અંગેનો રિપોર્ટ જિલ્લા કલેક્ટરને સોંપાશે. જો કે, દબાણકારોને છાવરાશે કે કાર્યવાહી કરાશે તે હવે જોવુ રહ્યુ.




