Gujarat

ભુજમાં ૧૭૦૦ રૃપિયાની લાંચ લેતા પકડાયેલા એજન્ટને બે વર્ષની કેદ

By GS Team
1 Jan 20222 mins read
This article was originally published on 1 Jan 2022
ભુજમાં ૧૭૦૦ રૃપિયાની લાંચ લેતા પકડાયેલા એજન્ટને બે વર્ષની કેદ

ભુજ, શુક્રવાર

જમીનના હક્કપત્રકની નોંધો મેળવવા ઈ-ધારા શાખાના કર્મચારીએ ૫ હજારની લાંચ માંગી હતી જેમાં રકઝકના અંતે ૧૭૦૦ નક્કી થયા બાદ આ રકમ લાંચ સ્વરૃપે લીધા બાદ પકડાઈ જવાના ૭ વર્ષ પૂર્વેના કિસ્સામાં આરોપીને બે વર્ષની સખદ કેદની સજા ફટકારવામાં આવી છે.

ભુજના સંજયનગરીના રહેવાસી એવા ફરિયાદીના સસરાની ફુલરા ગામે જમીન આવેલી હોવાથી તે જમીનના હક્કપત્રક નંબર ૬ ની નોંધો મેળવવા મામલતદાર કચેરી ભુજ ખાતે અરજી કરી હતી. જેના અનુસંધાને ઈ-ધરા શાખામાં આ કામના આરોપીએ ૫ હજાર લાંચ માંગી હતી. અને રકઝકના અંતે ૧૭૦૦ આપવા સહમતી સાધાઈ હતી. ત્યારબાદ ફરિયાદીની નોંધોની ગણતરી કરી રૃપિયા ૫૩૬નું સરકારી ચલણ ભરી તે ચલણ બેંકમાં ભરવા જણાવેલ હતુ. જે ફરિયાદીએ બેંકમાં ભરી દીધા હતા.

એસીબીએ ૯/૯/૨૦૧૪ના બે સરકારી પંચોને સાથે રાખીને ડીજીટલ વોઈસ રેકોર્ડરનો ઉપયોગ કરી મામલતદાર કચેરી ભુજ ખાતે એસીબી દ્વારા લાંચનુ છટકુ વોઠવી ફરિયાદી પંચને સાથે રાખીને પોતાની અગાઉની માંગણી મુજબ લાંચના રૃપિયા ૧૭૦૦ સ્વીકારી લાંચના નાંણા સ્વીકારતા આરોપીને પકડી પડાયો હતો. જે બદલ આરોપી વિરૃધૃધ ભુજ એસીબી પોલીસ સ્ટેશનમાં પી.સી.એકટની કલમ ૮ તાથા ૯ મુજબનો ગુનો દાખલ થયો હતો.

આ કેસ ભુજના છઠ અિધક સેશન્સ જજ સી.એમ.પવારની કોર્ટ સમક્ષ ચાલી ગયો હતો. જેમાં સરકાર તરફે ૭ સાક્ષી અને ૬૫ દસ્તાવેજી આાધાર પુરાવા અને બંને પક્ષોની દલીલ સાંભળી સરકાર તરફેની દલીલ ગ્રાહ્ય રાખી આરોપી દિનેશ ઉમકાંત અંતાણી વિરૃધૃધ ભ્રષ્ટાચાર અિધનિયમની કલમ ૯ મુજબના ગુનામાં બે વર્ષની સખત કેદ અને ૧૦ હજારનો દંડ અને દંડ ન ભરે તો ૩ માસ સાદી કેદની સજા કરેલ છે. આ કેસમાં સરકાર તરફે અિધક જિલ્લા સરકારી વકીલ એચ.બી.જાડેજા હાજર રહ્યા હતા.