Get The App

ખાદ્યતેલના વધતા ભાવોથી કચ્છમાં હોટલ-નમકીન ઉદ્યોગના વ્યવસાયને બેવડો માર

- સીંગતેલ,કપાસિયામાં ૧૫થી ૨૦ રૃપિયાનો વધારો અસહનીય

- બેસન, મેંદો, ખાંડ, ગરમ મસાલા જેવા કાચા માલના ભાવોમાં વધારાથી ઉદ્યોગોને બેવડો માર પડયો

Updated: Feb 28th, 2022

GS TEAM

Google News
Google News
ખાદ્યતેલના વધતા ભાવોથી કચ્છમાં હોટલ-નમકીન ઉદ્યોગના વ્યવસાયને બેવડો માર 1 - image

ભુજ,રવિવાર

છેલ્લા કેટલાક સમયાથી ખાદ્યતેલના ભાવોમાં સતત વાધારો થઇ રહ્યો છે. મોંઘવારીથી ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો પીડાઈ રહ્યા છે. સતત ખાદ્યતેલના વાધતા ભાવોથી હોટલ અને નમકીન ઉદ્યોગ ઉપર પણ માઠી અસર જોવા મળે છે. છેલ્લા ત્રણ દિવસમાં  પ્રતિ ૧૫ કિલો ટીન દીઠ સીંગતેલમાં  ૨૦, કપાસિયામાં ૨૦ અને પામતેલમાં ૪૦  રૃપિયાનો વાધારો ઝીંકાતા કચ્છમાં નમકીન ઉદ્યોગ-હોટલ, રેસ્ટોરંટ વ્યવસાય ઉપર માઠી અસર વર્તાવા સહિત રસોડાની જવાબદારી સંભાળતી ગૃહિણીઓમાં પણ ખાદ્યતેલની ઉંચી કિંમતોએ નારાજગી સાથે ઘરનું બજેટ વિખરાવાની ફરિયાદો ઉઠી રહી છે.

રસોઇમાં દૈનિક ઉપયોગમાં લેવાતા સીંગતેલ, સનફલાવર, પામોલીન તેલના ભાવોમાં છેલ્લા કેટલાક સમયાથી સતત ઉછાળો જોવા મળી રહ્યો છે. જેમાં ખાદ્યપદાર્થોની ગુણવત્તા જાળવી રાખવા અને લાબા સમય સુાધી સંગ્રહિત રાખવા માટે વિશેષ ઉપયોગમાં લેવાતા પામોલીન તેલના ૧૫ કિલોના ટીનનો ભાવ ૧૩૭૫ની સપાટીએ પહોંચ્યો છે. સાથોસાથ બેસન,મેંદો,ખાંડ, ગરમ મસાલા જેવા કાચા માલના ભાવોમા વાધારાએ ઉદ્યોગોને બેવડો માર માર્યો છે. જેમાં વ્યવસાયિક એકમો દ્વારા દૈનિક મોટા પ્રમાણમાં નમકીનનુ ઉત્પાદન હાથ ધરાતુ હોઇ ખાદ્યતેલોમાં ભાવવાધારાએ હોટલ-નાસ્તા ઉદ્યોગ ઉપર  વિપરીત અસર જન્માવી છે. તો બીજી તરફ છેલ્લા સપ્તાહમાં સિંગતેલ, કપાસિયા તેલની ઉંચી કિંમતોએ  મર્યાદિત આવકમા બહોળા કુટુંબનુ  ગુજરાત ચલાવતા પરિવારોને દૈનિક રસોઇમાં ખાદ્યતેલનો ઉપયોગ મર્યાદિત કરવો પડે તેવી સિૃથતિ સર્જાઇ છે. વર્તમાનમાં ભુજ સહિત કચ્છના તમામ તાલુકા માથકો ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં પણ મીઠાઈ-ફરસાણની દુકાનો વાધી છે. એટલુ જ નહિં, અમુક પરિવારો દ્વારા ટિફીન સર્વિસ ચલાવાય છે તેમજ આજકાલ નાની-મોટી હોટલો-રેસ્ટોરેન્ટની સંખ્યામાં પણ વાધારો થયો છે. ત્યારે સતત વાધતા ખાદ્ય તેલના ભાવોને લીધે હવે હોટલ-નમકીન ઉદ્યોગના વ્યવસાયને પણ ટકાવી રાખવો સતત મુશ્કેલભર્યુ લાગે છે.