ભુજ, ગુરૃવાર
કડોલના રક્ષિણ વિસ્તારમાં ઘુસીને ગેરકાયદેસર પ્રવૃતિ કરતા તાથા કચ્છના રણ વન્યપ્રાણી અભયારણ્યમાં વન્યપ્રાણી રહેઠાણને નુકસાન કરવાના ઈરાદા સાથે બોર બનાવતા ઈસમોને આજે પુર્વ વન વિભાગની ટીમે દરોડો પાડીને ઝડપી લીધા હતા. વનવિભાગે પકડાયેલા ૩ શખ્સો સામે ગુનો દાખલ કર્યો છે.
મળતી માહિતી મુજબ ભચાઉ રેન્જના ચોબારી રાઉન્ડની કડોટ બીટના રક્ષિત વિસ્તારમાં ઘુસીને આરોપીઓ મુળારામ નાનગારામ ચૌધરી(રહે.નવાગામ), શામજીભાઈ નારણભાઈ આહિર (રહે.નિંગાળ) અને અશોક મફાજી ઠાકોર યાંત્રિક મશીનરી દ્વારા પાણીનો બોર બનાવવાની કામગીરી કરતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. જ્યારે વનવિભાગની ટીમ પેટ્રોલીંંગમાં હતી ત્યારે આ પ્રવૃત્તિ ધ્યાને આવતા તમામ વિરૃધૃધ તાથા તપાસ દરમિયાન જાણવા મળતા અન્યો વિરુધૃધ વન્યપ્રાણી સંરક્ષણ અિધનિયમ ૧૯૭૨ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી ફોરેસ્ટ ઓફેન્સ રીપોર્ટ દાખલ કરવામાં આવ્યો છે.


