Kutch

કચ્છ: ખુલ્લા મેદાનમાં ટેન્કરોમાંથી ઓઈલ ચોરી કરવાનું નેટવર્ક, 4.34 કરોડના મુદ્દામાલ સાથે 11 પર-પ્રાંતિયની ધરપકડ

By GS Team
2 Jul 20262 mins read
TukuTouch Logo
પશ્ચિમ કચ્છના પ્રાગપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઓઈલ ચોરીના મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. મોખા ટોલ પ્લાઝા નજીક રતાડીયા સીમમાં SMC ટીમે દરોડો પાડી 11 આરોપીઓને રંગેહાથ ઝડપ્યા. પોલીસે 4,34,52,635 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો. ટેન્કરોમાંથી ઓઈલ ચોરીનું નેટવર્ક મુંદ્રા હાઇવે પર ચાલતું હતું. મુખ્ય સૂત્રધાર સહિત 5 આરોપીઓ ફરાર છે. પકડાયેલા આરોપીઓ પર-પ્રાંતિય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કચ્છ: ખુલ્લા મેદાનમાં ટેન્કરોમાંથી ઓઈલ ચોરી કરવાનું નેટવર્ક, 4.34 કરોડના મુદ્દામાલ સાથે 11 પર-પ્રાંતિયની ધરપકડ

Kutch Oil Theft Scam: પશ્ચિમ કચ્છ-ભુજના પ્રાગપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઓઈલ ચોરીના એક મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. મોખા ટોલ પ્લાઝાથી મુંદ્રા તરફ જતા હાઇવે પર, શિવમ હોટેલ નજીક આવેલા રતાડીયા (ગણેશવાલા) સીમના ખુલ્લા મેદાનમાં દરોડો પાડી પોલીસે 11 આરોપીઓને સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે રંગેહાથ ઝડપી લીધા છે. જ્યારે મુખ્ય સૂત્રધાર સહિત અન્ય 5 આરોપીઓ ફરાર થઈ જવામાં સફળ રહ્યા છે. પોલીસે ઘટનાસ્થળેથી ટેન્કરો અને ઓઈલ સહિત કુલ રૂપિયા 4,34,52,635 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

ખુલ્લા મેદાનમાં ગેરકાયદે રીતે ટેન્કરોમાંથી ઓઈલ ચોરી કરવાનું નેટવર્ક

મુંદ્રા હાઇવે પરથી પસાર થતી 66kvની વીજ લાઇન નીચે આવેલા ખુલ્લા મેદાનમાં ગેરકાયદે રીતે ટેન્કરોમાંથી ઓઈલ ચોરી કરવાનું નેટવર્ક ચાલી રહ્યું હતું. આ અંગેની ચોક્કસ બાતમી મળતા જ SMCની ટીમે આજે 2 જુલાઈ 2026ના રોજ ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસે સ્થળ પરથી રૂપિયા 1.50 કરોડની કિંમતના 6 ઓઈલ ટેન્કરો અને તેમાં ભરેલું રૂપિયા 2,81,50,245 રૂપિયાની કિંમતનું 2,05,170 કિલો ઓઈલ જપ્ત કર્યું હતું. આ ઉપરાંત ટેન્કરોમાંથી ચોરી કરાયેલું અન્ય 1,465 કિલો ઓઈલ પણ મળી આવ્યું હતું.

WhatsApp Image 2026-07-02 at 7.20.50 PM.jpeg

પકડાયેલા 11 આરોપીઓ પર-પ્રાંતિય

દરોડા દરમિયાન ઘટનાસ્થળેથી ઓઈલ ચોરી માટે ઉપયોગમાં લેવાતી સામગ્રી મળી આવી છે. જેમાં 50 નંગ પ્લાસ્ટિકના બેરલ, લોખંડના પાઈપો, ઇલેક્ટ્રિક મોટર, વજન કાંટો, પ્લાસ્ટિકના નાના મોટા કેરબા અને ઓઈલ લીકેજ સ્ટોપર્સનો સમાવેશ થાય છે. આ સાથે જ પોલીસે આરોપીઓ પાસેથી 10 મોબાઈલ ફોન અને એક હીરો સ્પ્લેન્ડર બાઈક પણ કબજે લીધી છે. પકડાયેલા 11 આરોપીઓ ઉત્તર પ્રદેશ, ઝારખંડ, બિહાર અને રાજસ્થાનના વતની હોવાનું સામે આવ્યું છે, જેઓ અહીં મજૂરી અને ડ્રાઇવિંગનું કામ કરતા હતા. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આ આખું નેટવર્ક આદિપુરના અબ્દુલ ગફુર હાલેપોત્રા માટે ચલાવવામાં આવી રહ્યું હતું.

પ્રાગપર પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ગુનામાં સંડોવાયેલા મુખ્ય આરોપી અબ્દુલ ગફુર હાલેપોત્રા (રહે. આદિપુર), પંકજભાઈ (અંજાર), ધ્રુવરાજસિંહ જેઠવા (અંજાર), ગોપાલભાઈ ગઢવી (રહે. વોવાર) અને હરભમભાઈ રબારી (રહે. ભીમાસર)ને વોન્ટેડ જાહેર કરી તેમને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.