Gujarat

ઝીંકડીમાં 40 ફુટ ઉંડા કુવામાં પડેલા ઊંટનું રેસ્ક્યૂ ઓપરેશન

By GS Team
13 Jun 20201 min read
This article was originally published on 13 Jun 2020
ઝીંકડીમાં 40 ફુટ ઉંડા કુવામાં પડેલા ઊંટનું રેસ્ક્યૂ ઓપરેશન

ભુજ, શુક્રવાર 

ઝીંકડીની સીમમાં ગઈકાલે ૪૦ ફુટ ઉંડા કુવામાં પડી ગયેલા ઊંટનું કલાકોની મહેનત બાદ રેસ્કયું કરીને આબાદ બચાવ કરાયો હતો. 

આ અંગે મળતી માહિતી મુજબ ગતરાત્રે ૮.૩૦ કલાકે ઝીંકડીની સીમમાં આવેલા ૪૦  ફુટ ઉંડા કુવામાં અકસ્માતે ઊંટ પડી જતાં સરપંચ દ્વારા ભુજના ફાયર ફાઈટરને જાણ કરીને મદદ કરવા માંગ કરી હતી. તાત્કાલિક અસરાથી ફાયર ફાઈટરે સૃથળ પર પહોંચી બચાવકાર્ય શરૃ કર્યું હતું. જેમાં સતત ૭ કલાકની જહેમત બાદ ઊંટને કુવામાંથી જીવતું બહાર કાઢવા સફળતા મળી હતી.  

વહેલી સવારે ૩.૪૫ કલાકે ઊંટને બહાર કાઢવામાં આવ્યું હતું. ઉંડા કુવામાં પડી જવાથી ઊંટ ઈજાગ્રસ્ત થયું હતું જેને ગ્રામજનો દ્વારા સારવાર આપવામાં આવી હતી.