Gujarat

કચ્છમાં હોળી ધૂળેટીના તહેવાર સમયે આકરી ગરમી અનુભવાશે

By GS Team
4 Mar 20221 min read
This article was originally published on 4 Mar 2022
કચ્છમાં હોળી ધૂળેટીના તહેવાર સમયે આકરી ગરમી અનુભવાશે

ભુજ,ગુરૃવાર

કચ્છજિલ્લામાં સામાન્ય રીતે ગુલાબી ઠંડીના માહોલમાં હોળી-ધૂળેટીના તહેવારો ઉજવાતા હોય છે પરંતુ આ વખતે વાતાવરણ અત્યારાથી આગ પકડી રહ્યું છે. રંગોના તહેવારમાં ગુલાબી ઠંડી નહીં પરંતુ તાપમાનનો પારો પસીનો છોડવાશે તે નક્કી બન્યું છે. જિલ્લામાં વેસ્ટર્ન ડિસ્ટબન્સીની અસર ઓસરતાં તાપમાનનો પારો ૩૫ ડિગ્રીને આંબવા લાગ્યો છે જેાથી માર્ચના આરંભાથી જ ઉનાળો આકરો બની શકે છે.

હજુ વિધિવત રીતે શિયાળાની વિદાય થઈ નથી તેમ છતાં મોટાભાગના વિસ્તારોમાં તાપમાન સામાન્ય કરતાં પણ વધુ ઉપર

છેલ્લા એક સપ્તાહાથી વાતાવરણમાં વેસ્ટર્ન ડિસ્ટબન્સીની અસર દૂર થવાથી હવામાન સ્વચ્છ થવાની સાથે તાપમાનનો પારો સતત ઉંચકાઈ રહ્યો છે. હોળી-ધૂળેટીના તહેવાર સમયે શિયાળો વિિધવત રીતે વિદાય થતો હોવા છતાં વાતાવરણમાં સામાન્ય ઠંડી અનુભવાતી હોય છે. પરંતુ આ વખતે સમયાંતરે બદલાતા હવામાન વચ્ચે હવે ઉનાળો મક્કમ રીતે આગળ વાધી રહ્યો છે. વાતાવરણમાં તાપમાનનો પારો ઉંચકાતો હોવાના કારણે બપોર પડતાં જ ગરમીનો અનુભવ થવા લાગ્યો છે. કચ્છમાં હોળી ધૂળેટીના તહેવાર સમયે આકરી ગરમી અનુભવાય તેવું અત્યારાથી લાગી રહ્યું છે. જિલ્લામાં હજુ વિિધવત રીતે શિયાળાની વિદાય થઈ નાથી તેમ છતાં મોટાભાગના વિસ્તારોમાં તાપમાન સામાન્ય કરતાં પણ વધુ ઉપર જઈ રહ્યું છે. માર્ચના આરંભાથી જ ઉનાળો આગ ફૂંકશે તેવું વાતાવરણ અત્યારાથી આકાર લેવા લાગ્યું છે જેમાં જૂન મહિનામાં ઉનાળો વધુ આક્રમક બની શકે છે.