Get The App

ભુજની પાલારા જેલની પાપલીલા ગૃહવિભાગે તપાસનો આદેશ આપ્યો

- નલિયાકાંડના આરોપીઓની શાહી સરભરાની વાતથી તંત્ર ચોંક્યું

- અમદાવાદના સિનિયર જેલર અને સ્થાનિક ડીવાય.એસ.પી. દ્વારા ચાર દિવસથી ચાલતી તપાસ ઃ આક્ષેપો કરનાર કેદીઓના નિવેદનો લેવાશે, રજિસ્ટર-કેમેરાની તપાસ થશે

Updated: Sep 13th, 2018

GS TEAM

Google News
Google News
ભુજની પાલારા જેલની પાપલીલા ગૃહવિભાગે તપાસનો આદેશ આપ્યો 1 - image

અમદાવાદ, તા 12 સપ્ટેમ્બર, 2018, બુધવાર

ભુજની પાલારા જેલમાં રાખવામાં આવેલા ચકચારી નલિયાકાંડના આરોપીઓને વિશેષ સવલતો આપીને શાહી સરભરા કરાતી હોવાના આક્ષેપ સાથે જેલના જ પ૦ જેટલા કેદીઓના નામની સહી સાથે જેલોના આઈજીને પાઠવાયેલા પત્રની વિગતો બહાર આવતા રાજ્યનો ગૃહ વિભાગ ચોંકી ઉઠયો છે. તાથા આ મામલે તપાસનો આદેશ કરાયો છે.

ગુજરાતભરમાં ચકચાર જગાવનાર કચ્છના નલિયા સેક્સકાંડમાં આઠેક જેટલા શખ્સોની ધરપકડ કરીને ભુજની પાલારા જેલમાં રાખવામાં આવ્યા છે. આ શખ્સોને પરિવારને મળવા સહિતની સુવિાધા જેલ તંત્ર દ્વારા કરી આપવામાં આવતી હોવાના આક્ષેપ સાથે જેલના પ૦ જેટલા કેદીઓના નામ અને સહી સાથે જેલોના આઈજીને પાઠવાયેલા પત્રને લઈને રાજ્યનો ગૃહવિભાગ ચોંકી ઉઠયો છે. તેમજ આ મામલે તપાસનો આદેશ આપ્યો છે. જેના પગલે અમદાવાદના સિનિયર જેલર તાથા ભુજ ડીવાય.એસ.પી. દ્વારા સંયુક્ત તપાસ હાથ ધરવામાં આવી છે. તેમણે બે વખત જેલની મૂલાકાત લઈને સિૃથતિનું નિરિક્ષણ કર્યું હતું. તેમજ રજીસ્ટરની તપાસ કરીને અહી આવતા મૂલાકાતીઓના નિવેદન લેવામાં આવ્યા છે.

હવે આક્ષેપો કરનાર કેદીઓના નિવેદન પણ લેવામાં આવશે. તાથા પત્રના આક્ષેપ મુજબ સીસીટીવી કેમેરાની પણ તપાસ કરવામાં આવશે. જો કે પોલીસની આ તપાસમાં કંઈ બહાર આવે છે કે કેમ? તેના તરફ લોકોની મીટ મંડાઈ છે.