Gujarat

કચ્છમાં સરપંચપદ માટે ૬૦૬, સભ્યના ૨૬૬૨ ફોર્મ ભરાયાઃ આજે છેલ્લો દિવસ

By GS Team
4 Dec 20212 mins read
This article was originally published on 4 Dec 2021
કચ્છમાં સરપંચપદ માટે ૬૦૬, સભ્યના ૨૬૬૨ ફોર્મ ભરાયાઃ આજે છેલ્લો દિવસ

ભુજ,શુક્રવાર

રાજયની સાથે કચ્છ જિલ્લામાં પણ આગામી ૧૯ ડિસેમ્બરે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાનાર છે. ૨૯ તારીખે જાહેરનામુ પ્રસિધૃધ થયા બાદ ફોર્મ ભરવાના શ્રીગણેશ થયા બાદ જેમ જેમ દિવસો પસાર થયા તેમ ઉમેદવારોનો ફોર્મ ભરવા ધસારો જોવા મળ્યો હતો ત્યારે આવતીકાલે તારીખ ૪ ડિસેમ્બરે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાથી આજે સરપંચ તેમજ સભ્ય પદના ફોર્મ ભરવા દાવેદારોનો ભારે એવો ધસારો જોવા મળ્યો હતો. કચ્છના તમામ તાલુકા માથકોએ મામલતદાર તેમજ તાલુકા પંચાયત કચેરીએ સવારાથી દાવેદારો પોતાના સમાર્થકો સાથે ઉમટી પડયા હતા. આજે કચ્છ જિલ્લામાં સરપંચ પદ માટેના ૬૦૬ તેમજ સભ્ય માટેના ૨૬૬૨ ફોર્મ રજૂ થયા હતા. 

કચ્છ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીનો માહોલ રંગ પકડી રહ્યો છે. એક તરફ ગ્રામ પંચાયત સમરસ થાય તેવા આગેવાનો દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે તો બીજીતરફ ગામમાં વિખવાદ, જાતિવાદ, હરીફાઈ સહિતના કારણોને લઈને પણ ઉમેદવારોનો રાફડો ફાટી રહ્યાો છે. કચ્છમાં ૪૮૨ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાનાર છે. ત્યારે આવતીકાલે ફોર્મ ભરવાના છેલ્લા દિવસ પૂર્વે દાવેદારી નોંધાવવા કચેરીઓમાં દાવેદારો અને સમાર્થકોની ભારે એવી ભીડ દેખાઈ હતી. 

આજે ત્રીજી ડિસેમ્બરે કચ્છમાં સરપંચ પદ માટે ૬૦૬ તેમજ સભ્ય પદ માટે ૨૬૬૨ ફોર્મ ભરાયા હતા. એ રીતે કચ્છમાં અત્યાર સુાધી સરપંચના ૧૦૫૪ તેમજ સભ્યના ૪૨૯૯ મળી કુલ ૫૩૫૩ ફોર્મ ભરાઈ ચુકયા છે. આવતીકાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે એટલે દાવેદારોનો ભારે એવો ધસારો જોવા મળશે ત્યારબાદ ફોર્મ ખેંચવાની ૭ તારીખ છે ત્યારબાદ ઉમેદવારોનું સાચુ ચિત્ર સ્પષ્ટ થશે.