Krushi Vishwa

ઘઉંના ઓછા ઉત્પાદન છતાં ખર્ચમાં ઘટાડા સાથે આર્થિક આવકમાં નોંધપાત્ર વૃદ્ધિ

By GS Team
11 Feb 20262 mins read
TukuTouch Logo
આવનારી પેઢી માટે ધરતીને સુરક્ષિત રાખવાનું મૂલ્ય સમજીને બે વર્ષ પૂર્વે જીગરકુમાર પટેલે પ્રાકૃતિક ખેતીનો પ્રારંભ કર્યો. પોતાની 50 એકર જમીનમાંથી તેમણે પ્રાકૃતિક ખેતીની શરૂઆત માત્ર ત્રણ એકરથી જ કરી.

Summarized by AI; it may make mistakes. Check important info

ઘઉંના ઓછા ઉત્પાદન છતાં ખર્ચમાં ઘટાડા સાથે આર્થિક આવકમાં નોંધપાત્ર વૃદ્ધિ

• પ્રાકૃતિક ખેતીના પ્રારંભિક તબક્કામાં ઉત્પાદન થોડું ઘટવા છતાં પણ લાંબાગાળે આર્થિક લાભ જ છે

• રાસાયણિક ખેતીના કારણે સતત વઘતા જતા ખર્ચ અને ઘટતા જતા ઉત્પાદનના કારણે હવે જીગરકુમારે અનુભવ્યું છે કે ઓછા ખર્ચે વધુ આવક મેળવવા માટે પ્રાકૃતિક ખેતી જ ઉપયોગી બને તેમ છે

Agricultural News : આવનારી પેઢી માટે ધરતીને સુરક્ષિત રાખવાનું મૂલ્ય સમજીને બે વર્ષ પૂર્વે જીગરકુમાર પટેલે પ્રાકૃતિક ખેતીનો પ્રારંભ કર્યો. પોતાની 50 એકર જમીનમાંથી તેમણે પ્રાકૃતિક ખેતીની શરૂઆત માત્ર ત્રણ એકરથી જ કરી. 

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના ગાડુકંપા ગામના આ ખેડૂત તેમની 50 એકર જેટલી વિશાળ જમીનમાં સિઝન પ્રમાણે વિવિધ પાકોમાં ચોમાસામાં મગફળી, સોયાબીન, અડદ જેવા પાક અને રવી સીઝનમાં બટાકા, ચણા, ઘઉંની ખેતી કરતા આવ્યા છે. પરંતુ રાસાયણિક ખેતીના કારણે સતત વઘતા જતા ખર્ચ અને ઘટતા જતા ઉત્પાદનના કારણે હવે તેમને અનુભવાયું છે કે ઓછા ખર્ચે વધુ કૃષિ ઉત્પાદન મેળવવા માટે પ્રાકૃતિક ખેતી જ ઉપયોગી બને તેમ છે. 

તેમણે ત્રણ એકર જમીનને સંપૂર્ણપણે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી હેઠળ આવરી લીધી છે. તેમના કહેવા પ્રમાણે, પ્રાકૃતિક ખેતીનાં ઉત્પાદનમાં શરૂઆતમાં થોડો ઘટાડો જોવા મળી શકે, પરંતુ પાકની ગુણવત્તા, જમીનનું સ્વાસ્થ્ય અને અંતે ચોખ્ખા નફામાં પ્રાકૃતિક ખેતી જ પોષણક્ષમ સાબિત થાય છે.

તેઓ કહે છે કે, પ્રાકૃતિક ખેતીમાં જમીન હવે એકદમ પોચી થઈ ગઈ છે. રોગોનું પ્રમાણ એકદમ નહીંવત્‌ અને જે-તે છોડનો વિકાસ પણ સારો થાય છે. સામાન્ય રીતે  120 દિવસે ઘઉંની કાપણી થતી હોય છે, કાપણી પહેલા 90 માં દિવસે જ્યારે ઘઉંમાં પિયત આપીએ ત્યારે ઘઉંનો પાક નમી પડતો નહોતો. જ્યારે રાસાયણિક પદ્ધતિથી ઉગાડેલ ઘઉંનાં છોડની ઊંચાઈ પણ વધુ હતી અને તેના કારણે છોડ નીચે પડી જતા હતા.

જીગરકુમારે જ્યારે રાસાયણિક પદ્ધતિથી વાવેતર કરેલા ઘઉં અને પ્રાકૃતિક પદ્ધતિથી ઉગાડેલા ઘઉંની સરખામણી કરી, ત્યારે કેટલાક અલગ તફાવતો સામે આવ્યા, જે પ્રાકૃતિક ખેતીના મહત્ત્વને સાબિત કરે છે. તેમના અવલોકન મુજબ, પ્રાકૃતિક અને રાસાયણિક ખેતીમાં કાપણીનો સમય સરખો રહે છે, પરંતુ દાણાના વિકાસનો સમયગાળો બદલાય છે. 

પ્રાકૃતિક અને રાસાયણિક ખેતીમાં 5ાક વૃદ્ધિનો તફાવત

• પ્રાકૃતિક ઘઉંમાં 60માં દિવસે ડુંડા દેખાવાની શરૂઆત થાય અને 55 દિવસ દાણાના વિકાસ માટે મળતો હોય છે.

• રાસાયણિક ઘઉંમાં 75માં દિવસે ડુંડા દેખાવાની શરૂઆત થતી હોય છે,  દાણાના વિકાસ માટે માત્ર 45 દિવસ મળતા હોય છે.

પ્રાકૃતિક અને રાસાયણિક ખેતી અંતર્ગત પકવેલ ઘઉંના ઉત્પાદન, ખર્ચ અને ચોખ્ખી આવકનો તુલનાત્મક તફાવત