Get The App

ખેડા જિલ્લામાં ઓમિક્રોનનો એક અને કોરોનાના 36 નવા કેસ નોંધાયા

Updated: Jan 2nd, 2022

GS TEAM

Google News
Google News
ખેડા જિલ્લામાં ઓમિક્રોનનો એક અને કોરોનાના 36 નવા કેસ નોંધાયા 1 - image

- કોરોના સંક્રમિતોમાં 2 કિશોરી અને 2 કિશોરનો પણ સમાવેશ

- નડિયાદ શહેર અને તાલુકા, માતર, વસા, ઠાસરા અને ગળતેશ્વરમાં કોરોના પોઝિટિવ કેસ મળ્યા 

નડિયાદ : ખેડા જિલ્લામાં આજે કોરોનાનો  ૩૬ નવા કેસ સરકારી ચોપડે નોંધાયા છે. જ્યારે એક ઓમીક્રોનનો કેસ નોધાયો છે. ખેડા જિલ્લાના વડા મથક નડિયાદ શહેર અને તાલુકામાં, માતર, વસા, ઠાસરા અને ગળતેશ્વરમાં કોરોના પોઝીટીવ કેસો મળી આવ્યા છે.

મળતી વિગતો અનુસાર રવિવારના રોજ જિલ્લામાં કોરાનાના નવા ૩૬ કેસો  સામે આવ્યા  છે. જેમાં નડિયાદ શહેર અને તાલુકામાં ૨૭,માતર તાલુકામાં -૫, વસો તાલુકામાં-૨, અને ઠાસરા અને ગળતેશ્વર તાલુકામાંથી ૧-૧ કોરોનાના પોઝીટીવ કેસો મળી આવ્યા છે. નડિયાદમાં ૧૧ વર્ષીય કિશોરી અને ૧૬ વર્ષનો કિશોર અને માતરના સંઘાણામાં ૧૪ વર્ષીય કિશોરી અને ૧૦ વર્ષીય કિશોર મળી જિલ્લામાં કુલ-૩૬ નવા કોરોના પોઝીટીવ કેસો મળી આવ્યા છે.

આ સાથે જિલ્લામાં કુલ કોરોના કેસોનો આંકડો ૧૦,૩૦૧ થયો  છે, જેમાંથી ૧૦,૪૩૬ નાગરિકોએ કોરોનાને મ્હાત આપી દીધી છે.અત્યારે જિલ્લામાં કુલ-૧૧૭ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. જેમાં ૪ દર્દીઓ સિવિલ હોસ્પિટલમા અને ૧૧૨ દર્દીઓ હોમ આઇસોલેશનમાં સારવાર લઇ રહ્યા છે. આજ રોજ જિલ્લામાંથી ૩૨૭ લોકોના સેમ્પલ કોરોના ટેસ્ટિંગ માટે લેવામાં આવ્યા છે,જે તમામના રિઝલ્ટ પેન્ડિંગ હોવાનુ આરોગ્ય વિભાગની અખબારી યાદીમાં જણાવાયુ છે.આજે  ૩,૬૪૮ લાભાર્થીઓએ કોરોના  રસીનો લાભ લીધો હોવાનુ આરોગ્ય વિભાગની અખબારી યાદીમાં જણાવાયુ છે.

તાન્ઝાનિયાથી આવેલા પુરૂષનો ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ આવ્યો

આ જિલ્લામાં એક ઓમીક્રોનનો કેસ નોધાયો છે.આ અંગે આરોગ્ય વિભાગના સંબંધિત અધિકારીઓ પાસેથી મળતી વિગતો અનુસાર ગત તા.૨૪ ડિસેમ્બરના રોજ તાન્ઝાનિયા થી આવેલા એક પુરુષનું સેમ્પલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યુ હતુ. તેનો રીપોર્ટ ગત તા.૧ જાન્યુઆરના મોડી રાતે ઓમીક્રોન પોઝીટીવ આવ્યો હતો. હાલ આ દર્દી નડિયાદ સિવિલ હોસ્પિટલમાં બનાવવામાં આવેલ સ્પેશિયલ વોર્ડમાં સારવાર હેઠળ છે. હાલ દર્દી નોર્મલ સ્થિતીમાં છે અને આગામી સમયમાં તેનુ ફરીવાર સેમ્પલ લેવામાં આવશે તેમ ઉમેર્યુ હતુ.