Get The App

ખેડા જિલ્લામાં નડિયાદ સહિત 4 તાલુકામાં વરસાદના હળવાથી ભારે ઝાપટાં

- માતરમાં 14, કઠલાલમાં 11, મહેમદાવાદમાં 7 મીમી વરસાદ નોંધાયા : નડિયાદમાં સામાન્ય વરસાદમાં ગરનાળું ભરાયું

Updated: Jul 12th, 2020

GS TEAM

Google News
Google News
ખેડા જિલ્લામાં નડિયાદ સહિત 4 તાલુકામાં વરસાદના હળવાથી ભારે ઝાપટાં 1 - image


નડિયાદ, તા.12 જુલાઈ 2020, રવિવાર

ખેડા જિલ્લાના વડા મથક નડિયાદ શહેર ઉપરાંત અનેક તાલુકા મથકોમાં રવિવારની  ઢળતી સાંજે  મેઘસવારી આવી પહોંચી હતી.વરસાદી માહોલ સર્જાતા જિલ્લાવાસીઓને ગરમીમાં આંશિક રાહત મળી છે, વરસાદ વરસતા ખેડુતોમાં આનંદ છવાયો છે.

ખેડા જિલ્લામાં  છેલ્લા બે-ત્રણ દિવસથી વરસાદી સામાન્ય ઝાપટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.વરસાદી માહોલ સર્જાતા બફારામાંથી આંશિક રાહત મળી હતી.સવારથી જ વાતાવરણમાં પલ્ટો આવવાના કારણે જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જેમાં જિલ્લાના વડા મથક નડિયાદ સહિત તાલુકાઓમાં વરસાદી ઝાપટા વરસ્યા હતા.જેમાં જિલ્લાના દશ તાલુકાઓમાંથી ફક્ત ચાર તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. જ્યારે અન્ય તાલુકાઓમાં વરસાદી ઝાપટાં જોવા મળ્યા હતા. જિલ્લાના ચાર તાલુકાઓમાંથી સૌથી વધુ વરસાદ માતરમાં ૧૪ મીમી અને સૌથી ઓછો વરસાદ ખેડામાં ૧મીમી નોધાયો છે. જ્યારે બાકીના ૬  તાલુકાઓમાં વરસાદના સામાન્ય ઝાપટાંપડયા હતાં.સાંજના ૪.૦૦ વાગ્યા સુધી જિલ્લામાં કુલ-૩૩ મીમી વરસાદ વરસ્યો હતો.

Tags :