Kheda

ખેડા: કઠલાલ નજીક હાઇવે પર કાર બસ સ્ટોપમાં ઘૂસી, બે લોકોના મોત, એક ઈજાગ્રસ્ત

By GS Team
19 Jul 20262 mins read
TukuTouch Logo
ખેડાના કઠલાલ પાસે અમદાવાદ-ઇન્દોર હાઇવે પર ગતિશીલ કાર બસ સ્ટોપ સાથે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો. આ ઘટનામાં બસ સ્ટોપ પર ઊભેલા રાહદારી અને કારમાં સવાર 1 વ્યક્તિ સહિત કુલ 2 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા. જ્યારે અન્ય 1 વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ખેડા: કઠલાલ નજીક હાઇવે પર કાર બસ સ્ટોપમાં ઘૂસી, બે લોકોના મોત, એક ઈજાગ્રસ્ત

Kheda News: ખેડા જિલ્લાના કઠલાલ નજીક અમદાવાદ-ઇન્દોર નેશનલ હાઇવે પર પૂરપાટ ઝડપે દોડતી એક અનિયંત્રિત કાર અચાનક રોડની સાઇડમાં આવેલા બસ સ્ટોપ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ ટક્કરમાં બસ સ્ટોપ પર ઊભેલા એક અજાણ્યા રાહદારી અને કારમાં સવાર એક વ્યક્તિ સહિત કુલ બે લોકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે.

સ્પીડ એટલી હતી કે ડ્રાઈવર બ્રેક મારે તે પહેલાં જ બસ સ્ટોપ તોડી નાખ્યું

મળતી માહિતી અનુસાર, કારની સ્પીડ એટલી વધારે હતી કે ચાલક સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવી બેઠો હતો. ડ્રાઈવર બ્રેક મારે તે પહેલાં જ કાર હાઇવેના કિનારે મુસાફરોની સુવિધા માટે બનાવેલા પાકા બસ સ્ટોપમાં ઘૂસી ગઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બસ સ્ટોપનો એક મોટો હિસ્સો તૂટી પડ્યો હતો. આ દરમિયાન એક અજાણ્યો વ્યક્તિ ત્યાં બસની રાહ જોઈને ઊભો હતો, જેના પર આ બેફામ કાર સીધી ચઢી ગઈ હતી. કાર નીચે કચડાવાના કારણે આ રાહદારીનું અને કારની અંદર સવાર એક વ્યક્તિનું ગંભીર ઇજાઓ થવાના કારણે ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો.

અકસ્માતનો અવાજ સાંભળીને આસપાસના ગ્રામજનો અને હાઇવે પરથી પસાર થતા અન્ય વાહનચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. લોકોએ ભારે જહેમત બાદ કારની અંદર ફસાયેલા અન્ય એક વ્યક્તિને ગંભીર હાલતમાં બહાર કાઢ્યો હતો. ઈજાગ્રસ્ત યુવકને તાકીદે એમ્બ્યુલન્સ મારફતે નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની સ્થિતિ હજુ પણ નાજુક હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે બંને મૃતકોના શવને પોસ્ટમોર્ટમ માટે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.