Gujarat
નડિયાદ તાલુકાના દાવડા ગામમાં ધૂળેટીએ રાવણને પકડવા મુદ્દે ઝઘડો
By GS Team
21 Mar 20221 min read
This article was originally published on 21 Mar 2022

- એક વ્યક્તિને દંડો ફટકારીને માર માર્યો 4 સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી
નડિયાદ : નડિયાદ તાલુકાના દાવડામાં ધુળેટી પર્વ નિમિત્તે રાવણ કાઢવાની પ્રથામાં રાવણને પકડવા જતા હાથ વાગવા બાબતે ઝઘડો થયો હતો જેમાં ગડદા પાટુ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
નડિયાદ તાલુકાના દાવડામાં ધૂળેટીના પર્વ નિમિત્તે રાવણ કાઢવાની પ્રથા અનુસાર આખ્યાન ભજવવામાં આવ્યું હતું, જેમાં અશ્વિનભાઈ રાવણ બનેલા ભાઈને પકડવા જતા તેનો હાથ મુકેશભાઈને વાગતા ઝઘડો થયો હતો જેથી શાંતિલાલ અને બીજા બે ઈસમોએ અશ્વિન સાથે બોલાચાલી કરી ઝઘડો કરી ગડદા પાટુ માર માર્યો હતો. આ ઝઘડામાં મુકેશ લાકડીનો ડંડો લઈને અશ્વિને મારવા જતા નીચે નમી જતા માથામાં દડો વાગી જતા ઇજા થઇ હતી. જેથી અશ્વિનભાઇને ૧૦૮માં નડિયાદ સિવિલ હોસ્પિ.માં દાખલ કર્યા હતા. રામચંદ્ર ઉર્ફે મૂકો બળવંતભાઈ પરમારની ફરિયાદ આધારે મુકેશભાઈ રતિલાલ પરમાર, કિર્તીભાઈ રતિલાલ, રતિલાલ ગિરધરભાઈ તેમજ ઇશ્વરભાઇ ગિરધરભાઈ પરમાર સામે ગુનો નોંધી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.




