Gujarat

નડિયાદના ચેક રિટર્ન કેસમાં આરોપીને 6 માસની કેદ

By GS Team
22 Mar 20221 min read
This article was originally published on 22 Mar 2022
નડિયાદના ચેક રિટર્ન કેસમાં આરોપીને 6 માસની કેદ

- ચેકની રકમ વળતર પેટે ન ચૂકવે તો વધુ 6 માસની સજાનો હૂકમ

નડિયાદ : નડિયાદ ડભાણ ખાતે આવેલી એશિયન ફૂડ્સ કંપનીને વર્ષ ૨૦૦૬માં આપેલો ચેક કોઈ કારણસર બેંકમાંથી પરત ફર્યો હતો. આ કેસમાં આરોપીને નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટના ગુનામાં નડિયાદની છઠ્ઠા એડિશનલ જયુડી. કોર્ટે છ માસની સાદી કેદની સજાનો હુકમ કર્યોે છે. 

નડિયાદ-ડભાણ હાઈવે પર એશિયન ફૂડ ઇન્ડસ્ટ્રીઝ કંપનીને ચૂકવવાની થતી રકમ પેટે મુલચંદ મોરદમલ લાલવાની (રહે.પુનિત પાર્ક સોસાયટી,નડીઆદ)એ તા. ૭/૯/૨૦૦૬નો રૂ. ૪૦,૫૪,૦૦૦નો ચેક આપ્યો હતો. 

ચેક બેંકમાં રજુ કરતા સ્ટોપ પેમેન્ટ કે અપૂરતા નાણાં ભંડોળના કારણે પરત થયો હતો. જેથી ચેકના નાણા ચૂકવી આપવા નોટિસ આપવામાં આવી હતી. તેમ છતાં ચેકના નાણાં  ચૂકવવામાં ન આવતા એશિયન ફુલ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા નેગો. એક્ટ હેઠળ નડિયાદ કોર્ટમાં કેસ રજુ કરવામાં આવ્યો હતો. આ કેસ નડિયાદના છઠ્ઠા  ચીફ મેજિસ્ટ્રેટ બી. એન. શ્રીવાસ્તવની કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપી મુલચંદ મોરદ મલ લાલવાનીને નેગોશિયેબલ ઈસ્ટુમેન્ટ એકટ હેઠળ કસૂરવાર ઠેરવી છ માસની સાદી કેદની સજા તેમજ ચેકની રકમ વળતર રુપે  ત્રણ માસમાં ચૂકવી આપવાનો તેમજ જો ચેકની રકમ ન ચૂકવે તો વધુ છ માસની સાદી કેદની સજા કરવા હુકમ કર્યો છે.