Gujarat

લીંબાસીના વારુંકાસ પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માત

By GS Team
20 Mar 20221 min read
This article was originally published on 20 Mar 2022
લીંબાસીના વારુંકાસ પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માત

- બાઈક ચાલકને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે ખેડા સિવિલમાં ખસેડાયો

નડિયાદ : માતર તાલુકાના લીંબાસી નજીક આવેલા વારુંકાસ નજીક ગાડી અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં બાઇક ચાલકને શરીરે ગંભીર રીતે ઇજા પહોંચતા ૧૦૮ની ટીમે ઇજાગ્રસ્તને ખેડા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ગાડીના ચાલકે પોતાની ગાડી પુરઝડપ રીતે હંકારી બાઈક ચાલકને જોરદાર ટક્કર મારી રસ્તા પર નીચે પાડી દઈ શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ ઘટનાની જાણ થતા જ ૧૦૮ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઈ ઇજાગ્રસ્તને ખેડા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્ત પાસેના રોકડ રૂપિયા, ડ્રાઈવીંગ લાયસન્સ, આધાર કાર્ડ સહિત અન્ય દસ્તાવેજો ભરેલી બેગ તેઓના સંબંધીને ૧૦૮ની ટીમે પરત કરી હતી.  સ્થાનિકોમાં થતી ચર્ચાઓ મુજબ અકસ્માત સર્જનાર ગાડી લીંબાસી ગામની અને બાઈક ચાલક તારાપુર તાલુકાના પાદરા ગામનો મહેશ ડી.પરમાર હોવાનું જાણવા મળ્યું છે.