Kheda-Anand

ખેડા: ભારે વરસાદથી 36 કલાકથી વીજ પુરવઠો ખોરવાયો, વીજ પોલ ધરાશાયી થતાં 910થી વધુ નાના-મોટા ઉદ્યોગો પ્રભાવિત

By GS Team
25 Jul 20261 min read
TukuTouch Logo
ખેડાના ગોબલજ ડિવિઝનમાં 36 કલાકથી ભારે વરસાદે વીજ પુરવઠો ખોરવ્યો છે. 66 KV બીડજ સબસ્ટેશનના 11 KV ઝવેરી ઇન્ડસ્ટ્રી ફિડર પર વીજ પોલ ધરાશાયી થતાં 10 મોટા અને 900 નાના ઉદ્યોગો પ્રભાવિત થયા છે. યુજીવીસીએલ કર્મચારીઓ પાણી ભરાયા હોવા છતાં ખેડા નગરપાલિકાની બોટની મદદથી સમારકામ કરી રહ્યા છે. અધિકારીઓ સ્થળ પર દેખરેખ રાખી રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ખેડા: ભારે વરસાદથી 36 કલાકથી વીજ પુરવઠો ખોરવાયો, વીજ પોલ ધરાશાયી થતાં 910થી વધુ નાના-મોટા ઉદ્યોગો પ્રભાવિત

Kheda Rain Damage: ખેડા જિલ્લાના ગોબલજ ડિવિઝનમાં છેલ્લા 36 કલાકથી ભારે વરસાદના કારણે વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. સતત વરસાદ અને પાણી ભરાવાની સ્થિતિને કારણે વીજ પોલ ધરાશાયી થતાં યુજીવીસીએલના 11 KV ઝવેરી ઇન્ડસ્ટ્રી ફિડર પર વીજ પુરવઠો બંધ થયો છે.

Screenshot 2026-07-25 at 8.11.03 PM.png

ખેડામાં ભારે વરસાદથી 36 કલાકથી વીજ પુરવઠો ખોરવાયો

મળતી માહિતી મુજબ, આ ફિડર 66 KV બીડજ સબસ્ટેશનમાંથી સંચાલિત થાય છે, અને તેના પર 10 મોટા તેમજ અંદાજે 900 નાના ઉદ્યોગો નિર્ભર છે. વીજ પુરવઠો ખોરવાતા ઔદ્યોગિક એકમોના ઉત્પાદન અને દૈનિક કામગીરી પર અસર પડી છે.

વીજ પુરવઠો વહેલી તકે પૂર્વવત કરવા માટે યુજીવીસીએલના અધિકારીઓ અને કર્મચારીઓ સતત કામગીરી કરી રહ્યા છે.

Screenshot 2026-07-25 at 8.11.28 PM.png

પાણી ભરાતા કામગીરીમાં અડચણ

જોકે, અસરગ્રસ્ત વિસ્તારમાં ઊંડા પાણી ભરાયેલા હોવાથી સમારકામમાં મુશ્કેલી પડી રહી છે. આવી સ્થિતિમાં ખેડા નગરપાલિકાની બોટની મદદથી વીજ લાઇન અને પોલના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

સમારકામ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે એમ. એ. ત્રિવેદી (એક્ઝિક્યુટિવ એન્જિનિયર) અને કે. એમ. પરમાર (નાયબ ઈજનેર, ગોબલજ ફીડર) સ્થળ પર હાજર રહી કામગીરીની દેખરેખ રાખી રહ્યા છે.

Screenshot 2026-07-25 at 8.11.16 PM.png
Screenshot 2026-07-25 at 8.10.47 PM.png