Junagadh

ગીરના જંગલોમાં સિંહને રહેવાની જગ્યાઓ પર અલ્ટ્રાટ્રેક કંપનીને માઈનિંગ માટે મંજૂરી

By GS Team
3 Aug 20262 mins read
TukuTouch Logo
જૂનાગઢ: ગીરમાં સિંહોના વસવાટવાળી 75.94 હેક્ટર જમીન અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીને માઇનિંગ માટે આપવાનો વન વિભાગનો નવો અભિપ્રાય ચર્ચામાં છે. 2016માં અધિકારીએ સિંહોનો કાયમી વસવાટ, પ્રજનન ક્ષેત્ર અને કોરિડોર હોવાથી મંજૂરી નકારી હતી. ત્યારે 6 સિંહોનો વસવાટ હતો, જે હવે 55-75 થયો છે. છતાં, વર્તમાન અધિકારીએ સકારાત્મક અભિપ્રાય આપતા પર્યાવરણપ્રેમીઓમાં રોષ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગીરના જંગલોમાં સિંહને રહેવાની જગ્યાઓ પર અલ્ટ્રાટ્રેક કંપનીને માઈનિંગ માટે મંજૂરી

જૂનાગઢ : રાજયમાં ઉદ્યોગોને ખુશ કરવાની ભાજપ સરકારની નીતિને કારણે ગીરના જંગલ વિસ્તારમાં સિંહોને જંગલ છોડીને અવાર-નવાર શહેરી વિસ્તારોમાં ભટકવું પડે છે. આ સંજોગોમાં તાજેતરમાં અલ્ટ્રાટ્રેક સિમેન્ટ કંપનીને માઈનિંગ માટે મંજૂરી આપવાનો વનવિભાગનો અભિપ્રાય ચર્ચાસ્પદ બન્યો છે. અમરેલી જિલ્લાના રાજુલા-જાફરાબાદ વિસ્તારમાં આવેલા બાબરકોટ ગામની સર્વે નંબર ૬૯/પૈકી અને ૩૬૬/પૈકીની ૭૫.૯૪ હેક્ટર અનામત જંગલ જમીન અલ્ટ્રાટેક સિમેન્ટ લિમિટેડને માઇનિંગ માટે સોંપવાના મુદ્દે સપ્ટેમ્બર ૨૦૧૬માં તત્કાલીન ડીસીએફ (ગીર પૂર્વ ડિવિઝન ધારી) દ્વારા આ જમીન કંપનીને આપવાનો લેખિતમાં કડક ઇનકાર કરવામાં આવ્યો હતો, જેમાં સિંહોના કાયમી વસવાટ, પ્રજનન ક્ષેત્ર, કોરિડોર અને હાઈકોર્ટની પીઆઈએલનો સ્પષ્ટ ઉલ્લેખ કરીને પર્યાવરણને અકાલ્પનિક નુકસાન થવાની ભીતિ દર્શાવાઈ હતી. જ્યારે વર્તમાન અધિકારી દ્વારા આ જ જગ્યા અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીને માઇનિંગ માટે આપવા પોઝિટિવ અભિપ્રાય આપી દેવામાં આવતાં આશ્ચર્ય ફેલાયું છે.
વર્ષ ર૦૧૬ના અધિકારીનાઅહેવાલ મુજબ આ વિસ્તારમાં ૬ સિંહોનો કાયમી વસવાટ અને ૧૫થી ૨૦ સિંહોની અવરજવર નોંધાઈ હતી. આ ઉપરાંત દીપડા, ઝરખ, ભારતીય અજગર જેવા વન્યજીવોનું પણ આ ઘર છે તેવું દર્શાવ્યું હતું. આ રિપોર્ટના ૧૦ વર્ષ બાદ ત્યાં સિંહની સંખ્યા ૧પ-ર૦માંથી ખાસ્સી વધી જતાં અવર-જવરવાળા અને કોરિડોરનો ઉપયોગ કરતા કુલ પપથી ૭પ જેટલા સિંહોનો વિસ્તાર થઈ ગયો છે.
૧૦ વર્ષ પહેલાં વન્યપ્રાણીનાં હિત ખાતર અને કોર્ટના આદેશનો અનાદર ન ગણાય તે માટેના કારણો ધરી ના પાડી દેવાઈ હતી. હવેની સ્થિતિએ સિંહો સહિતના વન્યજીવોની સંખ્યામાં તે જ વિસ્તારમાં વધારો વનતંત્રના રેકર્ડ પર નોંધાયો છે અને કોર્ટની પીઆઈએલ પણ ચાલુ છે, છતાં કંપની માટે જાણે સિંહ સહિતનાં વન્યપ્રાણીઓનું હિત બાજુ પર મુકી દેવાયું હોય અને કોર્ટના આદેશના અનાદરનો ડર ન હોય તેમ પોઝિટિવ અભિપ્રાય આપી દેવાતાં આ મુદ્દો રાષ્ટ્રીય ફલક પર ચર્ચાસ્પદ બની ગયો છે. સવાલ એ ઉઠી રહ્યો છે કે શું નવી ભલામણ કરતી વખતે આ વન્યજીવો રાતોરાત ગાયબ થઈ ગયા ?
ગૌરવવંતા ગીરના સિંહોના કુદરતી નિવાસસ્થાન અને કોરિડોરને એક ખાનગી કંપનીના માઇનિંગ માટે હોમી દેવાનાં આ ષડયંત્ર સામે સ્થાનિક ગ્રામજનો અને પર્યાવરણપ્રેમીઓમાં ભારે રોષ વ્યાપી ગયો છે.

  • અગાઉના અને વર્તમાન અધિકારીના અભિપ્રાયોની તુલનાત્મક સરખામણી
  • જો અધિકારીની દાનત સારી હોય તો જ જંગલ અને સિંહોનું હિત જળવાઈ શકે
    વર્ષ ર૦૧૬ અને વર્ષ ર૦ર૬ના બંને અભિપ્રાયોમાં જે મોટો વિરોધાભાસ છે તે સ્પષ્ટ કરે છે કે જો અધિકારીની દાનત સારી હોય તો જ જંગલ અને સિંહનું હિત શક્ય છે. અગાઉના રિપોર્ટમાં સ્પષ્ટ લખાયું હતું કે, ગુજરાત હાઇકોર્ટમાં પીઆઈએલ પેન્ડિંગ છે જેમાં રાજુલા-જાફરાબાદ-નાગેશ્રી લાયન કોરિડોરની તપાસ ચાલી રહી છે. અદાલતનો ચુકાદો આવ્યા વિના જમીન આપવી એ કોર્ટનો અનાદર ગણાય. વર્તમાન અધિકારીએ કોર્ટના આ ગંભીર મુદ્દાને કોરાણે મૂકીને કંપની તરફે અભિપ્રાય આપ્યો છે.