Junagadh

બાઈક અને કાર વચ્ચેની જોરદાર ટક્કરમાં બે તરૂણોના કરૂણ મોત

By GS Team
15 Nov 20262 mins read
TukuTouch Logo
જૂનાગઢ : વિસાવદર તાલુકાના કુબા ગામ નજીક કાર અને બાઇક વચ્ચે થયેલા અકસ્માતમાં બે સગીરોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. પૂરઝડપે દોડતા વાહનોને કારણે વધુ બે સગીર પિતરાઇ ભાઇઓના અકસ્માતમાં મોત થતા પરિવારોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બાઈક અને કાર વચ્ચેની જોરદાર ટક્કરમાં બે તરૂણોના કરૂણ મોત

જૂનાગઢ : વિસાવદર તાલુકાના કુબા ગામ નજીક કાર અને બાઇક વચ્ચે થયેલા અકસ્માતમાં બે સગીરોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. પૂરઝડપે દોડતા વાહનોને કારણે વધુ બે સગીર પિતરાઇ ભાઇઓના અકસ્માતમાં મોત થતા પરિવારોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
વિસાવદર-કુબા વચ્ચે પૂરઝડપે આવી રહેલી કાર અને બાઈક વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક પર સવાર બંને પિતરાઈ સગીરો ફંગોળાઈને નીચે પટકાયા હતા અને ગંભીર ઈજાઓને કારણે બંનેના ઘટનાસ્થળે જ પ્રાણપંખેરૂ ઉડી ગયા હતા. આ બંને સગીરો કુબાથી વિસાવદર તરફ આવતા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતની જાણ થતા જ આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને ઘટનાની ગંભીરતા પારખીને ત્વરિત ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમને જાણ કરી હતી. ૧૦૮ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી પરંતુ કમનસીબે ડોક્ટરોએ તપાસીને બંને સગીરોને મૃત જાહેર કર્યા હતા. આ અકસ્માતમાં જીવ ગુમાવનાર સગીરોની ઓળખ જાફરાબાદ નિવાસી જેનીલગીરી બ્રિજેશગીરી ગોસ્વામી(ઉ.વ.૧૬) અને કુબા ગામના વિરાજગીરી અતુલગીરી અપારનાથી(ઉ.વ.૧પ) તરીકે થઈ છે. અચાનક બનેલી આ ઘટનાથી બંને તરૂણોના પરિવારજનોમાં ભારે આક્રંદ અને શોકનો માહોલ છવાયો છે તેમજ સમગ્ર કુબા અને જાફરાબાદ પંથકમાં ગમગીની વ્યાપી ગઈ છે.
ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે બંને મૃતકોના શબને કબજે કરી પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપવાની તજવીજ હાથ ધરી છે. આ અકસ્માત કઈ પરિસ્થિતિમાં અને કેવી રીતે સર્જાયો તથા કારચાલકની ભૂમિકા શું હતી તે સહિતની દિશાઓમાં પોલીસે સઘન તપાસ શરૂ કરી છે.