Junagadh

જૂનાગઢ-વિસાવદર રૂટ પર ટ્રેનની હડફેટે સિંહણનું કમકમાટીભર્યું મોત

By GS Team
15 Nov 20262 mins read
TukuTouch Logo
જૂનાગઢ : અમરેલીના બ્રોડગેજ રેલવે ટ્રેક પર અત્યાર સુધી અનેક સાવજોએ જીવ ગુમાવ્યા છે પરંતુ હવે જૂનાગઢ-વિસાવદર વચ્ચેનો શાંત ગણાતો મીટરગેજ રેલવે ટ્રેક પણ સિંહો માટે જીવલેણ સાબિત થયો છે. વિસાવદર-જૂનાગઢ રેલવે લાઈન પર ખંભાળિયા નજીક આવેલા ઓઝત નદીના પુલ પાસે ટ્રેનની અડફેટે આવી જતા અંદાજે ૫થી ૯ વર્ષની વયની એક સિંહણનું કપાઈ જવાથી કરૂણ મોત નિપજ્યું છે. આ રૂટ પર સિંહ અકસ્માતની આ સૌપ્રથમ ઘટના બનતા વન વિભાગ અને રેલવે તંત્રમાં દોડધામ મચી ગઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જૂનાગઢ-વિસાવદર રૂટ પર ટ્રેનની હડફેટે સિંહણનું કમકમાટીભર્યું મોત

જૂનાગઢ : અમરેલીના બ્રોડગેજ રેલવે ટ્રેક પર અત્યાર સુધી અનેક સાવજોએ જીવ ગુમાવ્યા છે પરંતુ હવે જૂનાગઢ-વિસાવદર વચ્ચેનો શાંત ગણાતો મીટરગેજ રેલવે ટ્રેક પણ સિંહો માટે જીવલેણ સાબિત થયો છે. વિસાવદર-જૂનાગઢ રેલવે લાઈન પર ખંભાળિયા નજીક આવેલા ઓઝત નદીના પુલ પાસે ટ્રેનની અડફેટે આવી જતા અંદાજે ૫થી ૯ વર્ષની વયની એક સિંહણનું કપાઈ જવાથી કરૂણ મોત નિપજ્યું છે. આ રૂટ પર સિંહ અકસ્માતની આ સૌપ્રથમ ઘટના બનતા વન વિભાગ અને રેલવે તંત્રમાં દોડધામ મચી ગઈ છે.
જૂનાગઢથી વિસાવદર, ધારીથી ચલાળા તરફ જતી ટ્રેન બપોરના સાડા બાર વાગ્યા આસપાસ વિસાવદર તાલુકાના ખંભાળિયા નજીક પહોંચી ત્યારે અચાનક સિંહણનું ટ્રેન હડફેટે મોત થયું છે. ઓઝત નદીના પુલ આસપાસના વિસ્તારમાં આ સિંહણ ઘેટા-બકરાના ટોળાનો શિકાર કરવા માટે પાછળ દોડી રહી હતી. શિકારની લ્હાયમાં સિંહણને ટ્રેક પર આવતી ટ્રેનનો અંદાજ રહ્યો ન હતો અને અચાનક મીટરગેજ રેલવે ટ્રેક પર આવી ચડતા પસાર થઈ રહેલી ટ્રેનની અડફેટે આવી ગઈ હતી. ટ્રેનની ટક્કર એટલી જોરદાર હતી કે સિંહણ ટ્રેક પર જ કપાઈ ગઈ હતી અને તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.
બનાવની જાણ થતા જ ટ્રેનના પાયલટે સમયસૂચકતા વાપરી ટ્રેનને થોભાવી દીધી હતી અને રેલવે તથા વન વિભાગને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને પગલે વન વિભાગના અધિકારીઓ સહિતનો સ્ટાફ તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગયો હતો. અકસ્માતને કારણે આ રૂટ પર અંદાજે એક કલાક જેટલો સમય ટ્રેન વ્યવહાર રોકી રાખવામાં આવ્યો હતો. વન વિભાગની ટીમે પંચનામું કરી સિંહણના મૃતદેહને ટ્રેક પરથી હટાવ્યો હતો અને પોસ્ટમોર્ટમ અર્થે સીમાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો હતો, ત્યારબાદ ટ્રેનને આગળ રવાના કરવામાં આવી હતી.

વન્યજીવપ્રેમીઓમાં રોષ અને શોક, સિંહોના અકાળે મોત રોકવા રેલ ટ્રેક પર ટ્રેકરોની સંખ્યા વધારવી જરૂરી
પીપાવાવ-રાજુલા-સાવરકુંડલા જેવા બ્રોડગેજ રેલવે ટ્રેક સિંહો માટે 'ડેથ ટ્રેપ' બન્યા હોવાની ફરિયાદો વર્ષોથી ઉઠી રહી છે પરંતુ જૂનાગઢ-વિસાવદર મીટરગેજ ટ્રેક પર ટ્રેનોની ઓછી સંખ્યા અને ધીમી ગતિને કારણે અત્યાર સુધીમાં ક્યારેય સિંહ અકસ્માતનો આવો બનાવ બન્યો ન હતો. પ્રથમવાર જ આ રૂટ પર સિંહણનું ટ્રેન હડફેટે મોત થતા વન્યજીવ પ્રેમીઓમાં ઘેરો શોક અને રોષ જોવા મળી રહ્યો છે. ગિરનાર અભયારણ્ય અને બૃહદ ગીર વિસ્તારમાં સિંહોની વસ્તી વધી રહી છે. મીટરગેજ ટ્રેક પર પણ ટ્રેનની ગતિ મર્યાદા ખુબ ધીમી હોવા છતાં આ ઘટના બની છે. વન વિભાગના ટ્રેકર્સ તહેનાત કરવામાં આવે છે પરંતુ હવે આ ટ્રેકરોની સંખ્યા વધારવી પડે તેવી સ્થિતિ છે.