Junagadh

બનાસકાંઠાના ભાભરમાં જૂનાગઢની એમ્બ્યુલન્સ અને કાર વચ્ચે ભયાનક ટક્કર, બંને ચાલકના મોત

By GS Team
13 Jul 20262 mins read
TukuTouch Logo
બનાસકાંઠાના ભાભરના ખારા ગામ નજીક ગત રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ભાભર-દિયોદર હાઇવે પર એમ્બ્યુલન્સ અને કાર વચ્ચે જોરદાર ટક્કર થતા 2 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. જૂનાગઢથી દર્દીને મૂકી પરત ફરતી એમ્બ્યુલન્સ અને કાર ચાલક પ્રકાશજી ઠાકોર (ઉં.વ. 25) તથા સુરાહવાદી શાહ (ઉં.વ. 59) ના મૃતદેહોને પોલીસે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બનાસકાંઠાના ભાભરમાં જૂનાગઢની એમ્બ્યુલન્સ અને કાર વચ્ચે ભયાનક ટક્કર, બંને ચાલકના મોત

Banaskantha Bhabhar Accident | બનાસકાંઠા જિલ્લાના ભાભરના ખારા ગામ નજીક ગત રાત્રે એક અત્યંત ગમખ્વાર અને ભયાનક અકસ્માત સર્જાયો છે. ભાભર-દિયોદર હાઇવે પર એક એમ્બ્યુલન્સ અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. આ બે વાહનો વચ્ચે ટક્કર એટલી જોરદાર હતી કે બંને ગાડીના ચાલકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા.

image.png

એમ્બ્યુલન્સ બાવળની ઝાડીઓમાં ઘૂસી ગઈ
આ અકસ્માત એટલો પ્રચંડ હતો કે ટક્કર વાગ્યા બાદ એમ્બ્યુલન્સ ગાડી રોડની નીચે ઉતરીને સીધી બાવળની કાંટાળી ઝાડીઓમાં ઘૂસી ગઈ હતી. ઘટનાને પગલે આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓ તાત્કાલિક બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા અને પોલીસને આ અંગે જાણ કરી હતી.

image.png

દર્દીને મૂકીને પરત ફરતી વખતે નડ્યો કાળ
મળતી માહિતી મુજબ, જૂનાગઢની આ એમ્બ્યુલન્સના ચાલક ટડાવ ગામે એક દર્દીને મૂકવા માટે આવ્યા હતા. દર્દીને સુરક્ષિત રીતે મૂક્યા બાદ જ્યારે તેઓ એમ્બ્યુલન્સ લઈને જૂનાગઢ પરત ફરી રહ્યા હતા, તે દરમિયાન જ ભાભરના ખારા નજીક તેમને આ કાળમુખો અકસ્માત નડ્યો હતો.

image.png

અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોની વિગત
આ ભયાનક અકસ્માતમાં જીવ ગુમાવનારા બંને વ્યક્તિઓ ગાડીના ચાલકો હતા, જેમના નામ નીચે મુજબ છે:

પ્રકાશજી જોરાજી ઠાકોર (ઉંમર 25વર્ષ), રહેવાસી: વડા, તાલુકો: ઓગડ ( કાર ચાલક)

સુરાહવાદી અજીત શાહ મોમદ શાહ (ઉંમર 59 વર્ષ), રહેવાસી: જૂનાગઢ (એમ્બ્યુલન્સ ચાલક)

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને બંને મૃતદેહોને હોસ્પિટલ ખસેડીને અકસ્માતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.