Get The App

જૂનાગઢમાં સમલૈગિંક સંબંધ બાંધવાનાં બહાને યુવાન પાસેથી 10 હજાર પડાવી લીધા

- મોબાઈલ એપ મારફત યુવાનનો કર્યો હતો સંપર્ક

Updated: May 24th, 2020

GS TEAM

Google News
Google News
જૂનાગઢમાં સમલૈગિંક સંબંધ બાંધવાનાં બહાને યુવાન પાસેથી 10 હજાર પડાવી લીધા 1 - image


- એક યુવતી સહિત ત્રણ વ્યક્તિ સામે ફરિયાદ : તાલુકા પોલીસે રાઉન્ડ અપ કરી કોરોના ટેસ્ટ કરાવવા હાથ ધરી તજવીજ 

જૂનાગઢ,તા. 24 મે 2020, રવિવાર

જૂનાગઢના જોષીપુરા બાપુનગરમાં રહેતા એક યુવાનનો મોબાઈલ એપ પર એક શખ્સે ખોટા નામથી સંપર્ક કર્યો હતો. અને પરિચય કેળવી યુવાનને સમલૈગીંગ સંબંધ બાધવાના બહાને ખામધ્રોળ રોડ પર એક મકાનમાં લઈ જઈ યુવાનને ધમકાવી તેની પાસેથી ૧૦ હજાર રૂપિયા પડાવી લીધા હતાં. અને વધુ ૧૫ હજાર માગ્યા હતાં. આ અંગે યુવાને ફરિયાદ કરતા તાલુકા પોલીસે યુવતી સહિત ત્રણ શખ્સો સામે ગુનો નોંધી રાઉન્ડ અપ કરી તેનો કોરોના ટેસ્ટ કરાવવા તજવીજ હાથ ધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત  મુજબ જૂનાગઢના જોષીપરામાં આવેલા બાપુનગર વિસ્તારમાં રહેતા અને પ્રોવિઝન અને હાર્ડવેરની દુકાનમાં નોકરી કરતા મયુર મનસુખભાઈ સરવૈયા (ઉ.વ.૨૪)એ એકાદ માસ પહેલા પોતાના મોબાઈલમાં બ્લુ એડ નામની એપ ડાઉનલોડ કરી હતી અને મયુર જૂનાગઢ નામે આઈડી.બનાવ્યું હતું. તેમાં 'મોજ સિવાય વાત નહી' એ આઈ.ડી. વાળા શખ્સ સાથે ચેટીંગ કર્યું હતું. અને બંને વચ્ચે પરિચય થયો હતો.

આ શખ્સે મયુરને પોતાનું નામ હાર્દિક હોવાનું કહ્યું હતું. અને તેણે મયુરને સમલૈગીંગ સંબંધની ઓફર કરી હતી. મયુરે પહેલા ના પાડી હતી પછી મોબાઈલ નંબર માંગતા તેણે નંબર આપ્યા હતાં. અને તા.૨૦ના   હાર્દિક નામ હોવાનું જણાવતા શખ્સે મયુરને ફોન કરી સાંજે આઠેક વાગ્યે જોષીપરામાં ચોકમાં મળવા બોલાવ્યો હતો. અને મયુર ત્યાં જતા હાર્દિક મયુરને એકટીવા પર બેસાડી ખામધ્રોળ રોડ પર એક મકાનમાં લઈ ગયો હતો. ત્યારે અજાણ્યા યુવાન તથા યુવતીએ આવી બબાલ કરી હતી તમે અહી શુ કરો છો તેમ કહી બુમાબુમ કરી હતી. બાદમાં ઈર્શાદ નામના શખ્સે ૨૫ હજાર આપવા પડશે તેમ કહ્યું અને એક જાડીયા યુવાને મયુરને મારમાર્યો હતો. બાદમાં મયુરે પોતાના શેઠને ફોન કરી તેની પાસેથી ૧૦ હજાર રૂપિયા મંગાવ્યા હતાં. અને હાર્દિક ઉર્ફે રિયાઝ અલી પલેજા તથા અન્ય ત્યાંથી જતા રહ્યા હતાં. બાદમાં ફોન કરી ૧૫ હજાર આપવા દબાણ કરતા હતાં.

આ અંગે મયુર સરવૈયાએ હાર્દિક ઉર્ફે રિયાઝ અલી પલેજા, ઈર્શાદ ઈકબાલ સમા, તેની સામે એક અજાણી યુવતી તથા એક અજાણ્યા શખ્સ સામે તાલુકા પોલીસમાં ફરિયાદ કરતા પી.એસ.આઈ. કે.જે. પટેલે આ શખ્સને રાઉન્ડ અપ કરી તેનો કોરોના ટેસ્ટ કરાવવા તજવીજ હાથ ધરી હતી.

Tags :