Junagadh

ભાજપના પૂર્વ મંત્રી જવાહર ચાવડા આર-પારના મૂડમાં, સરકારની સડેલી સિસ્ટમ સામે આક્રોશ

By GS Team
3 Oct 20262 mins read
TukuTouch Logo
ગુજરાતમાં ભાજપના પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાએ બેરોજગારી અને વહીવટી તંત્રની નિષ્ફળતા સામે મોરચો માંડ્યો છે. તેમણે રાજ્યની વ્યવસ્થાને 'સડેલી અને ડાફે ચડેલી' ગણાવી. મુખ્યમંત્રીને પત્ર લખવા છતાં પ્રતિભાવ ન મળતા, હવે 'સિસ્ટમ બદલવી પડશે' તેમ કહી, સરકાર સામે સીધો જંગ છેડ્યો છે. યુવાનોના પ્રશ્નો માટે હેલ્પલાઈન પણ શરૂ કરાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભાજપના પૂર્વ મંત્રી જવાહર ચાવડા આર-પારના મૂડમાં, સરકારની સડેલી સિસ્ટમ સામે આક્રોશ

Gujarat Politics: ગુજરાતમાં બેરોજગારી અને વહીવટી તંત્રની નિષ્ફળતા સામે ભાજપના જ વરિષ્ઠ નેતા અને પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાએ મોરચો માંડીને શાસકોની ઊંઘ ઉડાડી દીધી છે. દોઢ વર્ષ અગાઉ યુવાનોની બેરોજગારી મુદ્દે સરકારને ચેતવ્યા બાદ પણ તંત્રના પેટનું પાણી ન હલતાં, હવે તેમણે સીધો આરપારનો જંગ છેડ્યો છે તેમજ રાજ્યની વહીવટી વ્યવસ્થાને 'સડેલી અને ડાફે ચડેલી સિસ્ટમ' ગણાવીને તીખો આક્રોશ ઠાલવ્યો છે.

આગામી દિવસોમાં સરકાર સામે વધુ ઉગ્રતા સાથે લડવા તૈયારી

સરકારની કાર્યશૈલી પર ગંભીર સવાલો ઉઠાવતા જવાહર ચાવડાએ કહ્યું કે, 'બેરોજગારી અને ભૂલભરેલી સિસ્ટમનો ભોગ બનેલા યુવાનોનો આક્રોશ ઉકેલવા માટે મેં મુખ્યમંત્રીને પત્ર લખીને સમય માંગ્યો હતો, પરંતુ આજ દિન સુધી કોઈ પ્રતિભાવ મળ્યો નથી. આટલી મોટી ગંભીર બાબત કદાચ શાસકોના ધ્યાનમાં જ નથી!'

મુખ્યમંત્રી કક્ષાએથી પણ કોઈ ગંભીરતા ન દર્શાવાતાં જવાહર ચાવડાએ ભાજપ સરકાર સામે આડકતરો ઈશારો કરતા કહ્યું કે, 'હવે લાગે છે કે આ ડાફે ચડેલી અને સડેલી સિસ્ટમને આપણે જ બદલવી પડશે.' તેમના આ નિવેદનને રાજકીય વિશ્લેષકો માત્ર વહીવટી બદલાવ નહીં પરંતુ આગામી સમયમાં સરકાર બદલવા જેવી દિશામાં આપેલા સીધા પડકાર તરીકે જોઈ રહ્યા છે.

દોઢ વર્ષથી ગામડે-ગામડે ફરીને યુવાનોના દર્દ સાંભળ્યા છે. યુવાનોમાં ભારે નિરાશા અને આક્રોશ છે, પણ સરકાર કુંભકર્ણની નિંદ્રામાં સોઈ રહી છે. તેમણે યુવાનોને લડાયક મૂડમાં લાવતા કહ્યું, 'તમે નિરાશ છો પણ નબળા નથી. તમારી પાસે ક્ષમતા છે પણ આ સરકાર તક આપતી નથી. હવે શાંત બેસવાનો નહીં પણ સિસ્ટમ ઉથલાવી પાડવાનો સમય છે.' યુવાનોના પ્રશ્નોને વાચા આપવા અને વહીવટીતંત્ર સામે લડત આપવા કોઈપણ ભેદભાવ વગર રોજગાર સહાયતા અભિયાન શરૂ કરાયું છે, જેના માટે હેલ્પલાઈન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે.