Video : અમદાવાદમાં કોન્સર્ટ પહેલા ભક્તિના રંગે રંગાયો દિલજીત દોસાંઝ, ગિરનાર પર્વત પર જઈને કરી પૂજા-અર્ચના
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Diljit Dosanjh Visits Girnar Parvat and Gir Safari Ahead of Ahmedabad Concert 2026 | પોતાના જોશીલા અંદાજ અને સુપરહિટ ગીતોથી કરોડો ચાહકોના દિલ પર રાજ કરનાર પંજાબી સુપરસ્ટાર દિલજીત દોસાંઝ અત્યારે પોતાની ‘ઓરા ઈન્ડિયા ટૂર 2026’ને લઈને ખૂબ જ ચર્ચામાં છે. આગામી દિવસોમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તેમનો ભવ્ય લાઈવ કોન્સર્ટ યોજાવા જઈ રહ્યો છે, પરંતુ તે પહેલાં દિલજીત ગુજરાતના પ્રકૃતિ અને આધ્યાત્મિક વારસાને મન ભરીને માણી રહ્યો છે. તેણે જૂનાગઢના પવિત્ર ગિરનાર પર્વત અને ગીર નેશનલ પાર્કની મુલાકાત લઈને ચાહકોને એક ખાસ સરપ્રાઈઝ આપી છે.
ગિરનાર પર્વત પર દિલજીત દોસાંઝની આધ્યાત્મિક યાત્રા
પંજાબી સેન્સેશન અને 'સરદાર જી' ફિલ્મના અભિનેતા દિલજીત દોસાંઝે બુધવારે સોશિયલ મીડિયા પર ગિરનાર પર્વતની મુલાકાતનો એક ખાસ વીડિયો શેર કર્યો છે. આ ક્લિપમાં દિલજીત પોતાની ટીમ સાથે ટ્રેકિંગ કરતા જોવા મળે છે, અને ત્યારબાદ તેમણે રોપ-વેનો ઉપયોગ કર્યો હતો. 'જટ્ટ એન્ડ જુલિયટ' ફિલ્મના અભિનેતાએ કહ્યું કે તે પગથિયાં ચઢીને ઉપર જવા માંગતો હતો. વીડિયોમાં દિલજીત મંદિરમાં પૂજા-અર્ચના કરતો પણ જોવા મળે છે. ખાસ વાત એ છે કે તેણે આ વીડિયોના બેકગ્રાઉન્ડમાં 'રામાયણ'નો 'શ્રી હનુમાન ચાલીસા' ટ્રેક ઉમેર્યો છે. દિલજીતે આ પોસ્ટના કેપ્શનમાં લખ્યું કે, "ગિરનાર પર્વત… લગભગ 66 મિલિયન વર્ષો પહેલા બન્યો હતો."
જે લોકો નથી જાણતા તેમના માટે જણાવી દઈએ કે, ગિરનાર પર્વત ગુજરાતના જૂનાગઢ નજીક આવેલો એક પ્રખ્યાત પવિત્ર પર્વત છે. તે હિન્દુઓ અને જૈનો બંને માટે સૌથી મહત્વપૂર્ણ તીર્થસ્થાનોમાંનું એક માનવામાં આવે છે. દિલજીતનો ભારતીય સંસ્કૃતિ, પૌરાણિક ઈતિહાસ અને આધ્યાત્મિકતા પ્રત્યેનો આ લગાવ તેમના ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
ગીર નેશનલ પાર્કમાં માણી જંગલ સફારીની મજા
ગુજરાત રોકાણ દરમિયાન દિલજીતે વન્યજીવનનો આનંદ માણવાનું પણ નક્કી કર્યું અને તેમણે ગીર નેશનલ પાર્ક સફારીની મુલાકાત લીધી. મંગળવારે ગાયક અને અભિનેતાએ સફારીનો પોતાનો એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં તે જીપમાં બેસીને જંગલમાંથી પસાર થતા સમયે કેમેરા અને દૂરબીન સાથે કુદરતી નજારાનો આનંદ માણતો જોવા મળ્યો હતો.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જામશે સુરોની મહેફિલ
દિલજીત દોસાંઝ અત્યારે પોતાની ચાલી રહેલી 'ઓરા ટૂર'ના ભાગરૂપે દેશના વિવિધ શહેરોમાં પરફોર્મ કરી રહ્યો છે. આ ટૂર અંતર્ગત દિલજીત આગામી 21 નવેમ્બર, 2026ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં લાઈવ પરફોર્મ કરશે. કોન્સર્ટના થોડા દિવસો પહેલા જ ગુજરાત આવીને તેણે જે રીતે અહીંના પ્રવાસન સ્થળોને પ્રમોટ કર્યા છે, તેનાથી ગુજરાતી ચાહકોમાં કોન્સર્ટને લઈને ઉત્સાહ બમણો થઈ ગયો છે.
ઈન્દોર કોન્સર્ટમાં 4 ગીતો પર પ્રતિબંધને લઈને ઠાલવ્યો હતો રોષ
ગુજરાત આવતા પહેલા દિલજીતે તાજેતરમાં જ પોતાની 'ઓરા ટૂર' ના ભાગરૂપે ઈન્દોરમાં પરફોર્મ કર્યું હતું. આ કોન્સર્ટ દરમિયાન તેણે પોતાના 4 ગીતો પર મુકાયેલા પ્રતિબંધોને લઈને જાહેરમાં નારાજગી વ્યક્ત કરી હતી. પરફોર્મન્સ દરમિયાન દિલજીતે મંચ પરથી કહ્યું હતું કે, યે નહીં ગાના, વો નહીં ગાના, યે નહીં કર સકતે, વો નહીં કર સકતે.




